For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં કોરોનાથી 20,600થી વધુનાં મોત, મૃત્યુદર વૈશ્વિક સરેરાશ કરતાં ઓછો

- ભારતમાં કોરોનાના નવા 22769 સાથે કુલ 7.34 લાખ કેસ

- ભારતમાં વધુ 481નાં મોત, કોરોનાના 4.54 લાખથી વધુ દર્દી સાજા થયા : બંગાળે કાલથી સજ્જડ લૉકડાઉનનો નિર્ણય કર્યો

Updated: Jul 7th, 2020

Article Content Image

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 7 જુલાઇ, 2020, મંગળવાર

ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 7.34 લાખથી પણ વધુ થયો છે અને મૃત્યુઆંક 20,620 થયો હોવા છતાં મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રતિ 10 લાખની વસતીએ કોરોના વાઈરસના કુલ કેસ અને મૃત્યુદરનું પ્રમાણ વિશ્વની સરેરાશ કરતાં ખૂબ જ ઓછું છે.

વિશ્વ આરોગ્ય સંસૃથાના 6 જુલાઈના અહેવાલ 'હૂ સિચ્યુએશન રિપોર્ટ-168'નો ઉલ્લેખ કરતાં મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતમાં પ્રતિ 10 લાખની વસતી કોરોનાના કેસ 505.37 છે જ્યારે વિશ્વની સરરેાશ 1,453.25 છે.

ભારતમાં કોરોનાની સિૃથતિની વિશ્વના દેશો સાથે સરખામણી કરતાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ચીલીમાં પ્રતિ 10 લાખની વસતીએ કોરોનાના કેસ 15,459.8 છે જ્યારે પેરૂમાં 9,070.8 છે. અમેરિકામાં 8,560.5, બ્રાઝિલમાં 7,419.1, સ્પેનમાં 5,358.7, રશિયામાં 4,713.5, બ્રિટનમાં 4,204.5, ઈટાલીમાં 3,996.1 અને મેક્સિકોમાં 1,955.8 કેસ છે તેમ વિશ્વ આરોગ્ય સંસૃથાના અહેવાલમાં જણાવાયું છે.

દરમિયાન પીટીઆઈની રાજ્યવાર ટેલી મુજબ ભારતમાં 24 કલાકમાં કોરોનાના નવા 22769 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 481નાં મોત નીપજ્યાં હતાં. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 7,34,647 થઈ છે, જેમાંથી 4,54,175 દર્દીઓ સાજા થઈ ગયા છે.

કોરોનાનો મૃત્યુઆંક 20,620 થયો છે. આમ, દેશમાં રિકવરી રેટ સુધરીને 61.82 ટકા થયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે હૂ સિચ્યુએશન રિપોર્ટ એ પણ દર્શાવે છે કે ભારતમાં પ્રતિ 10 લાખની વસતીએ કોરોનાનો મૃત્યુદર પણ ઘણો ઓછો છે.

ભારતમાં પ્રતિ 10 લાખની વસતીએ મૃત્યુદર 14.27 છે જ્યારે વૈશ્વિક સરેરાશ ચાર ગણી વધુ 68.29  છે. બ્રિટનમાં પ્રતિ 10 લાખની વસતીએ મૃત્યુદર 651.4 છે જ્યારે સ્પેનમાં 607.1, ઈટાલીમાં 576.6, ફ્રાન્સમાં 456.7, અમેરિકામાં 391.0, પેરૂમાં 315.8, બ્રાઝિલમાં 302.3 અને મેક્સિકોમાં 235.5 છે તેમ વિશ્વ આરોગ્ય સંસૃથાના અહેવાલમાં જણાવાયું છે. 

મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતમાં હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાપ્ત છે અને તે કોરોના વાઈરસના કેસોનું અસરકારક રીતે સંચાલન કરે છે. દેશની હોસ્પિટલોમાં ઓક્સિજન સપોર્ટ, આઈસીયુ અને વેન્ટિલેટરની સુવિધાઓ સાથે કોરોના સામે લડવાની તૈયારીઓ બરાબર છે. 7મી જુલાઈ સુધીમાં દેશમાં 1,201 કોરોના સમર્પિત હોસ્પિટલો છે જ્યારે 2,611 કોરોના હેલૃથકેર સેન્ટર્સ અને 9,909 કોરોના કેર કેન્દ્રો છે, જ્યાં કોરોનાની ઝપેટમાં આવેલા હળવાથી અત્યંત ગંભીર અસરગ્રસ્ત દર્દીઓની સારવાર થાય છે.

આ પ્રકારની તૈયારીઓ દર્શાવી રહી છે કે ભારતમાં કોરોનાની સિૃથતિ એકંદરે સુધરી રહી છે અને મૃત્યુદરનું પ્રમાણ ઓછું છે. કોરોનાના વહેલા નિદાન અને સમયસર અસરકારક સારવારના પગલે કોરોનાના દર્દીઓના સાજા થવાનું પ્રમાણ વધ્યું છે. એટલે કે દેશમાં રિકવરી રેટ ઘણો વધ્યો છે. 

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોનાના 17,802 દર્દીઓ સાજા થયા છે.સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત પ્રયાસોથી દેશમાં કોરોનાના એક્ટિવ કેસ અને રીકવરી વચ્ચેનું પ્રમાણ સતત વધી રહ્યું છે.

કોરોનાના એક્ટિવ કેસ કરતાં રિકવર કેસ 1,80,390 વધુ છે. દરમિયાન  પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી રાજ્ય સરકારે 9મી જુલાઈથી રાજ્યમાં કડક લોકડાઉન અને નિયંત્રણો લાદવાનો નિર્ણય કર્યો છે.

Gujarat