For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પુલવામા સૈનિકોની શહીદી માટે દેશ ગમગીન હતો મોદી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા : વિપક્ષનો આક્ષેપ

- મોદી રાજ ધર્મ ભૂલી પોતાની પબ્લિસિટીમાં ખોવાયેલા રહ્યા

- શહીદોની અંતિમ યાત્રામાં પણ સાક્ષી મહારાજ જેવા ભાજપી નેતાઓ હસતા જોવા મળ્યા હતા

Updated: Feb 21st, 2019


ડિસ્કવરી ચેનલની ડોક્યુમેન્ટરીના શૂટિંગ પુરુ કર્યા બાદ મોદીએ ચા અને સમોસા આરોગ્યા હોવાનો પણ વિપક્ષનો દાવો

નવી દિલ્હી, તા.21 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

જ્યારે પુલવામામાં હુમલો થયો અને ૪૦થી વધુ જવાનો શહીદ થયાની ઘટના બની ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાનો આરોપ થયો છે. વિપક્ષે કેટલાક પુરાવા સાથે આ દાવો કર્યો છે અને કહ્યું છે કે પુલવામા હુમલા બાદ પણ મોદીએ કાશ્મીરની પરિસ્થિતિ પર ધ્યાન ન આપ્યું અને માત્ર એક ફિલ્મના શૂટિંગમાં જ વ્યસ્ત રહ્યા હતા. મોદીને જવાનોની શહીદી બાદ પણ કોઇ જ ચિંતા નહોતી અને માત્ર પોતાની પબ્લિસિટીમાં જ વ્યસ્ત હતા, જે ફિલ્મના શૂટિંગમાં તેઓ વ્યસ્ત હતા તે મોદીની પબ્લિસિટી માટે તૈયાર કરવામાં આવી રહી છે. 

કોંગ્રેસના પ્રવક્ત રણદીપ સુરજેવાલે સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર પણ આરોપો લગાવ્યા હતા અને જણાવ્યું હતું કે અમિત શાહ આસામમાં જ્યારે ભાજપની રેલીને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે પુલવામા આતંકી હુમલાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો. વળતો જવાબ આપતા કોંગ્રેસે જણાવ્યું હતું કે પુલવામામાં હુમલો થયો ત્યારે નરેન્દ્ર મોદી પોતાનો રાજ ધર્મ ભુલી ગયા અને ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહ્યા. ડિસ્કવરી ચેનલ માટેની ડોક્યુમેન્ટરીનું આ શૂટિંગ પુરુ કર્યા બાદ મોદીએ આરામથી ચા અને સમોસા ખાધા હતા.

કોંગ્રેસે પુલવામા હુમલાનો ઘટનાક્રમ જારી કરીને જણાવ્યું હતું કે બપોરે ૩.૩૦ કલાકે પુલવામા હુમલો થયો હતો, તેના થોડા સમય બાદ કોંગ્રેસે તેની નિંદા કરી હતી, જ્યારે નરેન્દ્ર મોદી આ હુમલા બાદ એક ચેનલ માટે રામનગરમાં આવેલા કોરબેટ નેશનલ પાર્કમાં શૂટિંગમા વ્યસ્ત હતા.

કોંગ્રેસના પ્રવક્તાએ સાથે એમ પણ કહ્યું હતું કે એક તરફ ૪૦થી વધુ જવાનોની શહાદતને કારણે સમગ્ર દેશમાં દુ:ખની લાગણી હતી ત્યારે બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પબ્લિસિટી માટે એક ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતા.  

જવાનોની જ્યારે અંતીમ યાત્રા નીકળી રહી હતી ત્યારે ભાજપના નેતાઓ હસતા હતા તેવો આરોપ પણ કોંગ્રેસે લગાવ્યો હતો. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલે એક તસવીર બતાવી હતી જેમાં ભાજપના સાંસદ સાક્ષી મહારાજ હસતા જોવા મળ્યા હતા. જ્યારે ૨૬/૧૧નો હુમલો થયો ત્યારે શીવરાજ પાટીલે રાજીનામુ આપી દીધુ હતું,

લાલ બહાદુર શાસ્ત્રી અને માધવ રાવના ઉદાહરણ આપી કોંગ્રેસના નેતાએ પોતાનું પદ છોડી દીધુ હતું જ્યારે બીજી તરફ ભાજપના નેતાઓ અને સરકાર આ મુદ્દે નિષ્ફળતાઓને સ્વીકારવાને બદલે તેને રાજકીય રંગ આપી રહી છે.

Gujarat