For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોદી સરકારના વધુ એક નિર્ણયથી પાકને વાગશે 3000 કરોડનો ફટકો

Updated: Feb 19th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.19.ફેબ્રુઆરી 2019, મંગળવાર

પુલવામા હુમલા બાદ મોદી સરકાર પાકિસ્તાન સામે એક પછી એક આક્રમક કાર્યવાહી કરી રહી છે.

આર્થિક મોરચે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લેવાની સાથે સાથે પાકિસ્તાનમાંથી આયાત થતી પ્રોડ્કટ્સ પર 200 ટકા ડ્યુટી ઝીંકવાના નિર્ણય બાદ સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનાથી પાકિસ્તાનને 3000 કરોડ રુપિયાનુ નુકસાન થશે.

કેન્દ્ર સરકાર હવે શત્રુ સંપત્તિના કાયદા હેઠળના 3000 કરોડ રુપિયાના શેર વેચવાની તૈયારીમાં છે.આ શેર એવા લોકોની માલિકીના છે જે ભાગલા બાદ પાકિસ્તાન જતા રહ્યા હતા.મતલબ કે તેમના શેર એમના એમ વેચાયા વગરના પડી રહ્યા છે.જે હવે ભારત સરકાર વેચીને પૈસા  ઉભા કરશે.

આ માટે સરકારે એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવી છે.જે શેરના વેચાણ અને તેની કિંમત અંગે નિર્ણય લેશે.આ સમિતિમાં સરકારના ટોચના અધિકારીઓને મુકવામાં આવ્યા છે.

Gujarat