For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહેબૂબા મુફ્તિનો ના'પાક.' પ્રેમ, કહ્યું, પાક.ના વડાપ્રધાનને એક તક મળવી જોઇએ

Updated: Feb 19th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી 2019, મંગળવાર

પુલવામા આતંરી હુમલા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પ્રતિક્રિયા આવ્યા બાદ હવે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને PDP નેતા મહેબૂબા મુફ્તીનો ના'પાક.' પ્રેમ ઝળક્યો છે. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને એક તક આપવા જણાવ્યું છે.

તેમણે ઇમરાન ખાનના નિવેદન પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું કે, અસહમત, પઠાણકોટના દસ્તાવેજો તેમને સોંપવામાં આવ્યા હતા. પરંતુ દોષિતોને સજા અપાવવા માટે કોઇ એક્શન લેવાયા નહી. પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાનને એક તક મળવી જોઇએ કારણ કે તેઓ ચૂંટાઇને આવ્યા છે. જંગ-નારા માત્ર આગામી ચૂંટણી માટે આપવામાં આવી રહ્યાં છે, તેનાથી વધારે તેનો કોઇ અર્થ નથી.
Gujarat