For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાશ્મીરીઓનો બહિષ્કાર કરો: પુલવામા હુમલા પર મેઘાલયના રાજ્યપાલનું વિવાદાસ્પદ નિવેદન

Updated: Feb 19th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 19 ફેબ્રુઆરી 2019 મંગળવાર

પુલવામા હુમલા બાદ સમગ્ર દેશમાં કાશ્મીરીઓ માટે વિરોધ જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક જુદા-જુદા રાજ્યો કાશ્મીરી લોકો વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન મેઘાલયના ગવર્નર તથાગત રૉયે કાશ્મીરીઓ વિશે એક વિવાદિત નિવેદન આપ્યુ છે. 

રૉયે પોતાનું નિવેદન વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર લખ્યુ કે, લોકોને કાશ્મીરનો બોયકોટ કરવો જોઈએ, ત્યાંના લોકોનો સામાન ખરીદવો જોઈએ નહીં અને કાશ્મીરનો પ્રવાસ કરવો જોઈએ નહીં.

ભારતીય સેનાના એક નિવૃત કર્નલની અપીલ છે. આવનાર બે વર્ષ માટે કાશ્મીર અને અમરનાથની યાત્રા ના કરો. કાશ્મીર એમ્પોરિયા અથવા કાશ્મીરી ટ્રેડમેનની વસ્તુઓ ખરીદો નહીં. જે દરેક શિયાળામાં આવે છે. કાશ્મીરીની તમામ વસ્તુઓનો બહિષ્કાર કરો. 

Gujarat