For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવી ભારે પડી, શિક્ષકે ગુમાવવી પડી નોકરી

જળ,જંગલ અને જમીનના અધિકારો અંગે રજૂઆત કરી હતી

એમ પીમાં સરકારી કર્મચારી સસ્પેન્ડ થતા ગરમાયુ રાજકારણ

Updated: Dec 2nd, 2022

Article Content Image

ભોપાલ,૨ ડિસેમ્બર,૨૦૨૨,શુક્રવાર 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા પર છે. તેમની ભારત જોડો યાત્રા મધ્યપ્રદેશમાં પ્રવેશી ત્યારે એક ઘટનાએ ચકચાર જગાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના બડવાની જિલ્લાની કુંજરી પ્રાથમિક શાળામાં શિક્ષક રાજેશ કનોજેએ નોકરી ગુમાવવી પડી છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આદિવાસી સમૂદાયના વિવિધ મુદ્વાઓ પર વાત કરી હતી.

શિક્ષક ભારત જોડો યાત્રામાં આવ્યા અને પ્રભાવિત થઇને આદિવાસી સમાજના પરંપરાગત તીર અને કમાનની ભેટ આપી હતી. ત્યાર બાદ બીજા દિવસે શિક્ષણ ખાતાના અધિકારી દ્વારા એક આદેશ બહાર પાડીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સસ્પેન્ડ લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

 શિક્ષકને પાઠવવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે રાજકીય પક્ષોની રેલીમાં જોડાવુંએ મધ્યપ્રદેશ સિવિલ સેવા આદેશ ૧૯૬૫ નિયમ ૫ નું ઉલંઘન થાય છે. આથી તાત્કાલિક અસરથી બરતરફ કરવામાં આવે છે. રાજકીય કાર્યક્રમમાં ઘટના બને ત્યારે તેનાથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ગૃ્હમંત્રીએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના રાજકીય કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓને જોડવામાં આવે છે.

શિવરાજસિંહ ચૌહાણ સરકાર રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી ડરી ગઇ છે. આનો હિસાબ રાજયના લોકો આપશે. સસ્પેન્ડેડ શિક્ષકનું કહેવું હતું કે આદિવાસી સમાજની સમસ્યાઓ બાબત રાહુલગાંધી સાથે મુલાકાત કરી હતી. જળ,જંગલ અને જમીન કંપનીઓના હાથમાં જઇ રહી છે. ફોરેસ્ટ એકટ હેઠળ જે અધિકારો આદિવાસીઓને મળવા જોઇએ તે મળતા નથી.


Gujarat