For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શહીદ મેજરને પત્નીની આખરી વિદાય, કોફીનને કિસ કરીને કહ્યુ I LOVE YOU

Updated: Feb 19th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 19. ફેબ્રુઆરી 2019 મંગળવાર

કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટમાં શહીદ થયેલા મેજર વી એસ ઢોંડિયાલને આખરી વિદાય આપવા માટે હજારો લોકો  ઉમટી પડ્યા હતા.

પુલવામામાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મેજરને તેમના પત્નીએ આખરી સલામ કરી હતી.મેજર ઢોંડિયાલના પત્નીએ જ્યારે પતિના કોફિનને કિસ કરીને આઈ લવ યુ કહ્યુ ત્યારે હાજર રહેલા સૌ કોઈની આંખો રડી પડી હતી.

દહેરાદૂનમાં મેજર ઢોંડિયાલની અંતિમ યાત્રામાં પૂર્વ મુખ્યમંત્રી હરેશ રાવત પણ આવ્યા હતા.કુદરત પણ જાણે વીર સપૂતની શહીદીનો શોક મનાવતી હોય તેમ અંતિમ યાત્રા સમયે ઝરમર વરસાદ પણ વરસતો રહ્યો હતો.

આ જ એન્કાઉન્ટરમાં સેનાએ પુલવામાના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ કામરાન ઉર્ફે ગાઝી રશિદને મોતને ઘાટ ઉતા્રયો હતો.સોમવારે 18 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં ત્રણ આંતકવાદીઓને સેનાએ યમલોક પહોંચાડ્યા હતા.જોકે સેનાએ તેની કિંમત મેજર ઢોંડિયાલ અને બીજા ત્રણ વીર જવાનોના બલિદાનથી ચૂકવી હતી.

Gujarat