For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આઇટી રિટર્ન ભરનારાઓ માટે ૩૧ માર્ચ સુધી પાન સાથે આધાર લિંક કરવો ફરજિયાત : સીબીડીટી

આવકવેરા વિભાગે જારી કરેલી એડવાઇઝરી

સપ્ટેમ્બર, ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે આધારની બંધારણીય કાયદેસરતાને માન્યતા આપી છે

Updated: Feb 15th, 2019



(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૫Article Content Image

આવકવેરા રિટર્ન ભરનારાઓ માટે પાનની સાથે આધાર જોડવો ફરજિયાત છે અને આ કાર્ય ૩૧ માર્ચ સુધીમાં પૂર્ણ થઇ જવું જોઇએ તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

સીબીડીટીએ એક એડવાઇઝરી જારી કરી જણાવ્યું છે કે સપ્ટેમ્બર, ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે આધારની બંધારણીય કાયદેસરતાને માન્યતા આપી છે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સ એક્ટ, ૧૯૬૧ની કલમ ૧૩૯એએ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના ૩૦ જૂન, ૨૦૧૮ના આદેશને પગલે આઇટીઆર ભરનારાઓ માટે ૩૧ માર્ચ, ૨૦૧૯ સુધીમાં પાનની સાથે આધાર જોડવો ફરજિયાત છે. 

સુપ્રીમ કોર્ટે પણ ૬ ફેબુ્રઆરીએ આવકવેરા રિટર્ન ભરનારાઓ માટે પાનની સાથે આધાર જોડવાને ફરજિયાત બનાવવાને માન્યતા આપી છે. 

ન્યાયમૂર્તિ એ કે સિકરી અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નઝીરની ખંડપીઠે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ આ સંબધમાં નિર્ણય લઇ ચૂકી છે અને ઇન્કમ ટેક્સ એક્ટની કલમ ૧૩૯એએને માન્યતા આપી છે. 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે ૨૬ સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારની ફલેગશીપ આધાર સ્કીમને બંધારણીય માન્યતા આપી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આધારને બેંક એકાઉન્ટ, મોબાઇલ ફોન અને શાળામાં પ્રવેશ માટે ફરજિયાત ન બનાવવાના નિર્દેશ આપ્યા હતાં. 

સીબીડીટીના પૂર્વ ચેરમેન સુશીલ ચંદ્રાએ આ મહિનાની શરૃઆતમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ઇશ્યુ કરાયેલા ૪૨ કરોડ પાન પૈકી ૨૩ કરોડ પાનધારકોએ પોતાના પાન સાથે આધાર લિંક કરી લીધો છે. 

ચંદ્રાએ વધુમાં જણાવ્યું હતું કે પાન આધાર અને બેંક ખાતા સાથે લિંક થયા પછી આઇટી વિભાગ કરદાતાના સમગ્ર વર્ષના વ્યવહારો પર નજર રાખી શકશે.


Gujarat