For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઘાયલ વ્યક્તિને ખભા પર ઉંચકી દોઢ કિમી દોડ્યો પોલીસ જવાન, જીવ બચાવી લીધો

Updated: Feb 24th, 2019

Article Content Imageભોપાલ, તા.24.ફેબ્રુઆરી 2019 રવિવાર

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં એક ઘાયલ યુવકનો જીવ બચાવવા માટે એક પોલીસ જવાન તેને ખભે ઉંચકીને દોઢ કિમી દોડ્યો હોવાનો પ્રેરણાદાયક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

મધ્યપ્રદેશના હોશંગાબાદથી 60 કિમી દુર શનિવારે એક વ્યક્તિ ભાગલપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી પડી ગયો હતો.ચાલુ ટ્રેને પડવાથી તેને ભારે ઈજાઓ થઈ હતી.રેલવ પોલીસે મધ્યપ્રદેશ પોલીસને જાણકારી આપી હતી.

સૂચના મળ્યા બાદ ડાયલ 100 પર તૈના જવાન પૂનમ ચદ્ર અને પોલીસ વાહન ચાલક રાહુલ સાકલ્લે સ્થળ પર પહોંચ્યા ત્યારે ખબર પડી હતી કે ઘટના સ્થળથી રેલવે ક્રોસિંગ દોઢ કિલોમીટર દુર છે અને તેની આ આગળ વાહન જઈ શકે તેમ નથી.

એ પછી બંને પોલીસ કર્મી ચાલતા સ્થળ પર પહોંચ્યા હતા.જ્યાંથી પૂનમચંદ્ર આ વ્યક્તિને ખભા પર ઉંચકીને દોઢ કિમી દોડ્યો હતો અને ત્યાંથી ગાડીમાં મુકીને તેને હોસ્પિટલ લઈ ગયો હતો.

જ્યારે પૂનમ ઘાયલ વ્યક્તિને લઈ જઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાના જીવની પરવા પણ કરી નહોતી.કારણકે તે સમયે બાજુમાં પાટા પરથી ટ્રેનો પૂરઝડપે દોડી રહી હતી.

સમયસર સારવાર મળવાના કારણે ઘાયલ વ્યક્તિનો જીવ બચાવી લેવાયો હતો.એ પછી રાજ્યના પોલીસ વડાએ પણ પોલીસ કર્મીના વખાણ કરીને ઈનામ આપવાની જાહેરાત કરી છે.

Gujarat