For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લાંચિયા તલાટીને ખેડૂતે એવી રીતે પાઠ ભણાવ્યો કે તંત્ર થઈ ગયુ દોડતુ

Updated: Feb 24th, 2019

ભોપાલ, તા. 24. ફેબ્રુઆરી 2019 રવિવાર

મધ્યપ્રદેશમાં ભલે સરકાર બદલાઈ હોય પણ ખેડૂતોની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો હોય તેમ લાગતુ નથી.ખેડૂતોને તો તંત્ર દ્વારા હેરાન પરેશાન કરવાનો સિલસિલો યથાવત જ છે.

આવા જ એક કિસ્સામાં ટિકમગઢ જિલ્લાના દેવપુર ગામમાં રહેતા ખેડૂત લક્ષ્મી યાદવે પોતાની બે પુત્રવધૂના નામે જમીન ખરીદી હતી.જમીનને ટ્રાન્સફર કરવા માટે ગામના તલાટીને લક્ષ્મી યાદવે અરજી આપી હતી.જેના બદલામાં તલાટીએ એક લાખ રુપિયાની લંચ માંગી હતી.

લક્ષ્મી યાદવે 50000 રુપિયા તલાટીને આપી દીધા હતા.ખેડૂત પાસે લાંચ માટે બીજા પૈસા હતા નહી.આમ છતા તલાટી પૈસા માટે દબાણ કરતો હોવાથી ખેડૂતે તેને પાઠ ભણાવવા માટે પોતાની ભેંસ લઈ જઈને તલાટીની જીપ સાથે બાંધી દીધી હતી.

એ પછી સોશ્યલ મીડિયા પર તેની તસવીરો વાયરલ થવા માંડતા તંત્ર હરકતમાં આવ્યુ હતુ.જિલ્લા કલેક્ટરને તપાસના આદેશ આપ્યા છે.ખેડૂત પાસે લેખિત ફરિયાદ લેવામાં આવી છે.તપાસ બાદ આગળની કાર્યવાહી કરાશે.

Gujarat