For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

67 લાખ ભારતીયોના આધાર કાર્ડ ડેટા લીક થતા ખળભળાટ

Updated: Feb 19th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 19. ફેબ્રુઆરી 2019 મંગળવાર

રાંધણગેસના બોટલનુ વિતરણ કરનારી કંપી ઈંડેન પાસેના લાખો ગ્રાહકોના આધાર કાર્ડની ડિટેલ લીક થઈ જતા હડકંપ મચી ગયો છે.

એક ફ્રેન્ચ રિસર્ચરે આ દાવો કરતા કહ્યુ છે કે લગભગ 67 લાખ લોકોનો આધાર કાર્ડ ડેટા લીક થઈ ગયો છે.ઓનલાઈન હેન્ડલ પર ઈલિયટ એલ્ડરસન નામતી મોજૂદ બાપ્ટિસ્ટ રોબર્ટે આ પહેલા પણ આધાર કાર્ડ લીકના મામલાઓને ઉજાગર કરેલા છે.

તેમણે સોમવારે રાતે એક બ્લોગમાં કહ્યુ હતુ કે લોકલ ડીલર્સના પોર્ટલ પર ઓન્થેટિકેશનના અભાવે ગ્રાહકોના આધાર કાર્ડ પરના નામ, સરનામા અને બીજી જાણકારી લીક થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ઈંડેન કંપની સરકારની ઈન્ડિયન ઓઈલ કંપનીની માલિકીની છે.

Gujarat