For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હિમાચલમાં કોંગ્રેસની સરકાર રચાય તે પહેલા જ લોબિંગ અને ગેરશિસ્ત, સીએમ બનવા માથાપચ્ચી

કોંગ્રેસના અધ્યક્ષ પ્રતિભાસિંહને મુખ્યમંત્રી બનાવવાના નારા ગુંજતા થયા

વિધાનસભ્યોની બેઠક પહેલા સુખવિંદ્રસિંહ સુક્ખુના સમર્થકોના પણ દેખાવો

Updated: Dec 9th, 2022

Article Content Image

શિમલા,૯ ડિસેમ્બર,૨૦૨૨,શુક્રવાર 

કોંગ્રેસ વિપક્ષમાં હોય કે સત્તામાં વિખવાદ અને મતભેદ મુકત રહી શકતી નથી. મધ્યપ્રદેશમાં બહુમતીથી આવેલી સરકાર ગુમાવી અને રાજસ્થાનમાં પણ સમયાંતરે કમઠાણ થતું રહે છે. આનો જાણે કે અંત ના હોય એમ હિમાચલપ્રદેશમાં પણ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં બહુમતિ મળ્યા પછી મુખ્યમંત્રી પદે કોણ બેસે તે માટે માથાપચ્ચી શરુ થઇ હોવાનું જાણવા મળે છે.

હિમાચલપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પ્રતિભાસિંહને મુખ્યમંત્રી બનાવવાના નારા ગુંજતા થયા હતા. શિમલાના ચૌડા મેદાનમાં ચૂંટણી નીરિક્ષકોની ગાડીઓના કાફલા પાસે પ્રતિભાસિંહના સમર્થકોએ હંગામો કર્યો હતો.કોંગ્રેસના મુખ્ય કાર્યાલય રાજીવ ભવન અને હોલીલોજ ખાતે પણ અનેક સમર્થકોએ નારા લગાવીને દબાણની રાજનીતિ અપનાવી હતી. કોંગ્રેસના ભૂપેશ બઘેલ,ભુપેન્દ્રસિંહ હુડ્ડા અને રાજીવ શુકલા રાજભવન તરફ જઇ રહયા હતા ત્યારે પ્રતિભાસિંહના સમર્થકો ગાડીઓના કાફલા પાસે આવીને ઉભા રહી ગયા હતા.

Article Content Image

છેવટે પોલીસે દરમિયાનગીરી કરીને સમર્થકોને હટાવવા પડયા હતા. કોંગ્રેસના ચૂંટાયેલા વિધાનસભ્યોની બેઠક મળે તે પહેલા સુખવિંદ્રસિંહ સુક્ખુના સમર્થકોએ પણ મુખ્યમંત્રી બનાવવા નારા લગાવ્યા હતા. કોંગ્રેસે રાજભવનમાં સરકાર રચવા માટે દાવો રજૂ કર્યો છે પરંતુ મુખ્યમંત્રી બાબતે સસ્પેન્સ યથાવત રહયું છે ત્યારે પ્રતિભાસિંહ અને સુખવિંદ્રસિંહે પોતાના સમર્થકો આગળ કરીને મુખ્યમંત્રી પદની માંગણી કરી રહયા હોવાનું જણાય છે.

હિમાચલપ્રદેશના એક સમયના દિગ્ગજ કોંગ્રેસી વિરભદ્રસિંહના પુત્રી પ્રતિભાસિંહે મુખ્યમંત્રી પસંદ કરવામાં વિરભદ્રસિંહ પરીવારની ઉપેક્ષા થઇ શકે નહી. વિરભદ્રસિંહના કામ અને નામના આધારે મતો મેળવ્યા હોવાની પણ વાત દોહરાવી હતી. આમ હિમાચલપ્રદેશમાં મુખ્યમંત્રી પદ માટે ખુલ્લં ખુલ્લા રેસ શરુ થઇ છે.

Gujarat