For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જીએસટી કાઉન્સિલે આપી રાહત, આવા વેપારીઓને નહી કરાવવુ પડે રજિસ્ટ્રેશન

Updated: Jan 10th, 2019


નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી 2019, ગુરુવાર

સરકારે નાના વેપારીઓને જીએસટીમાં મોટી રાહત આપી છે.જીએસટી કાઉન્સિલમાં જીએસટીના રજિસ્ટ્રેશન માટે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. જેના ભાગરુપે હવે 40 લાખ રુપિયા સુધી ટર્ન ઓવર ધરાવતા વેપારીઓએ જીએસટી માટે રજિસ્ટ્રેશન નહી કરાવવુ પડે.આ પહેલા રજિસ્ટ્રેશન નહી કરાવવા માટે ટર્નઓવરની મર્યાદા 20 લાખ રુપિયા હતી.

મંત્રીઓની એક કમિટિએ ગયા સપ્તાહે જ વાર્ષિક ટર્નઓવરની મર્યાદા વધારીને રજિસ્ટ્રેશનમાંથી વેપારીઓને મુક્તિ આપવા માટે સંમતિ આપી હતી. ઉપરાંત જીએસટી કાઉન્સિલે કંપોઝિશન સ્કીમની મર્યાદા વધારીને 1.5 કરોડ કરવાની પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે.આ ફેરફાર 1. એપ્રિલથી લાગુ પડશે.
Gujarat