For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

NIA દ્વારા હજી સુધીમાં હાથ ધરાયેલી સૌથી વ્યાપક કાર્યવાહી : 100 થી વધુ PFIના નેતાઓની ધરપકડ

Updated: Sep 22nd, 2022


- PFIના પ્રમુખ ઓ.એમ.એ. સલામનાં મલપુરમ્ સ્થિત ઘરે પણ દરોડો : ઉપરાંત ચેન્નાઈ સ્થિત PFI ની મુખ્ય કચેરીએ દરોડો પડાયો

નવી દિલ્હી : આતંકવાદ વિરુદ્ધ એકશન લેતા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી તથા પ્રવર્તન નિદેશનાલય (ES) એ ગુરુવારે વહેલી સવારે જ દેશના ૧૧ રાજ્યોમાં એકી સાથે તે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા PFI ના ૧૦૦ નેતાઓની ધરપકડ પણ કરાઇ હતી.

પ્રાપ્ય માહિતી પ્રમાણે આ બંને એજન્સીઓએ સંબંધિત રાજ્યોની પોલીસની પણ સહાય લીધી હતી. સામાન્યત: દરેક દરોડા વખતે તેમ કરાય પણ છે. પરંતુ આ વખતે તો વિક્રમ સર્જક સંખ્યામાં દરોડા પડયા છે અને વિક્રમ સર્જક ધરપકડો પણ થઇ છે. આ દરોડા ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિળનાડુમાં તો અત્યારે ચાલી જ રહ્યા છે.

NIA એ તમિળનાડુમાં કોઇમ્બતુર, કુડુલોર, રામનદ, દિંદુગલ, થેની અને થેનાકાશી સહિત ઘણી જગ્યાઓએ PFI ના કાર્યકરો અને નેતાઓની ધરપકડ પણ કરી છે. ચેન્નાઈ સ્થિત PFI ની મુખ્ય કચેરી ઉપર પણ દરોડો પાડવામાં આવ્યો હતો. અને ત્યાં તપાસ ચાલુ છે. આ ઉપરાંત PFI ના અધ્યક્ષ OMA સલામના કેરલના મલપુરમ સ્થિત આવાસ ઉપર પણ દરોડો પાડવામાં આવ્યો હતો પરંતુ સલામ પોતે નાસી છૂટયો હતો.

છેલ્લા કેટલાએ દિવસોથી આ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા PFI  વિરુદ્ધ બારથી વધુ કેસો દાખલ કરાયા છે. તેમાં આતંકવાદીઓને આર્થિક સહાય કરવાના, ટ્રેનિંગ કેમ્પ આયોજિત કરવાના તથા કટ્ટરપંથી તેવા પ્રતિબંધિત સંગઠનોમાં યુવાનોની ભરતી કરવાના તથા સરકારી તંત્રમાં જાસૂસી કરવાના આરોપો છે.

મની લોન્ડરિંગ વિષે પણ તપાસ કરાશે.

મોડેથી પ્રાપ્ત થતા સમાચારો જણાવે છે કે દિલ્હીમાં PFI ના હેડ પરવેઝ આલમની ધરપકડ કરાઇ છે અને તેના ભાઇની પણ ધરપકડ કરાઇ છે. પરવેઝ દિલ્હીના ઓખલા વિસ્તારનો રહેવાસી છે.

Gujarat