For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કિસાન યોજના ખેડૂત પરિવારને મોદી સરકારની લાંચ : ચિદમ્બરમ્

- આગામી દિવસોમાં આશરે બે કરોડ ખેડૂતોને સરકાર દ્વારા રૃપિયા બે હજાર અપાશે

Updated: Feb 24th, 2019


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.24 ફેબ્રુઆરી, 2019, રવિવાર

 આગામી દિવસોમાં આશરે બે કરોડ ખેડુતોને તેમના ખાતામાં કિસાન યોજનાનો પ્રથમ હપ્તો જમા કરવાની સરકારની પહેલને પૂર્વ નાણા મંત્રી પી.ચિદમ્બરે મતદારોને લાચ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે  સૌથી મોટી શરમની વાત તો એ છે કે ચૂંટણી પંચ તેને રોકી પણ સકતું નથી.

વડા પ્રધાન મોદી રવિવારે ગોરખપુરમાં રૃપિયા ૭૫૦૦૦ કરોડની પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધી યોજનાની શરૃઆત કરશે. આશરે એક કરોડ ખેડુતોના ખાતામાં પહેલા હપ્તાના રૃપિયા સીધા તેમના ખાતામાં જમા થશે.

' આજનો દિવસ મત માટે રોકડ દિવસ છે. મોદી સરકાર સત્તાવાર રીતે ખેડુતોના મત લેવા માટે દરેકને રૃપિયા બબ્બે હજારની લાંચ આપશે'એમ ચિદમ્બરમે ટ્વિટ કરીને કહ્યું હતું. આ રૃપિયા કૃષિ સાથે જોડાયેલા લોકો અને  ગુમ થયેલાજમીનમાલીકોને મળશે, એમ તેમણે લખ્યું હતું.'લોકશાહીમાં મત માટે લાંચ કરતાં બીજું કંઇ જ શરમજનક હોઇ શકે નહીં. સૌથી મોટી શરમની વાત તો એ છે કે ચૂંટણી પંચ મત માટે લાંચને રોકી શકતું નથી'એમ તેમણે કહ્યું હતું.

આ યોજના હેઠશ અન્ય એક કરોડ ખેડુતોને આગામી બે-ત્રણ દિવસોમાં રકમ અપાશે. વર્ષ ૨૦૧૯-૨૦ના વચગાળાના બજેટમાં સરકારે કિસાન યોજનાની જાહેરાત કરી હતી જેના હેઠળ આશરે ૧૨ કરોડ ખેડૂતોને ત્રણ હપ્તામાં ખેડુતોને અને સિમાંત ખેડૂતોને રૃપિયા ૬૦૦૦ અપાશે.

Gujarat