NIA, ED વિરૂદ્ધ PFI એ જાહેર કરેલા 'બંધ' ઉપર કેરલ હાઈકોર્ટે આપેલો સ્ટે


- 'પૂર્વ સૂચના આપ્યા વિના કે યોગ્ય પરવાનગી મળ્યા સિવાય કોઈપણ બંધનું એલાન ન જ આપી શકે'

નવી દિલ્હી/તિરૂવનંથપુરમ્ : પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈંડિયા (PFI) નામનાં એક સંગઠને આપેલો બંધના એલાન ઉપર કેરલ હાઈકોર્ટે 'સ્ટે' મુકી દીધો છે. આ સ્ટે અંગે સ્વયમેળ (સ્યુઓ મોટો) આદેશ આપતાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે યોગ્ય પરવાનગી વિના કે પૂર્વ સૂચના આપ્યા વિના કોઈ પણ વ્યક્તિ કે સંગઠન બંધનું એલાન આપી જ ન શકે. આ સાથે હાઈકોર્ટે (PFI) ના નેતાઓની પણ આવા પગલા માટે ટીકા કરી હતી.

આ સાથે કોર્ટે જણાવ્યું હતું કે, તત્કાળ પડાતી હડતાળ, (ક્લેશ-હડતાળ) પણ ગેરકાયદે છે. આ સંયોગોમાં નિયમોનો ભંગ કરનારાઓ સામે સખત પગલાં લેવા માટે પણ કોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો. તેમજ જાહેર કે ખાનગી માલ-મિલ્કતને જરા પણ નુકસાન ન થાય તે જોવા પણ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પોતાના નેતાઓના સ્થળો ઉપર નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) અને એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ED) એ પાડેલા દરોડાઓના વિરોધમાં PFI એ બંધનું એલાન આપ્યું હતું.

તે સર્વવિદિત છે કે PFI ની ઓફીસો અને તેનાં રહેણાંકો ઉપર NIA અને ED દ્વારા CRPF સાથે રાખી વ્યાપક દરોડાઓ પાડવામાં આવ્યા હતા. તેથી રાજ્યમાં ભારે તંગદિલી વ્યાપી રહી હતી, અને તે દરોડાના વિરોધમાં PFI એ બંધનું એલાન આપ્યું હતું.

City News

Sports

RECENT NEWS