For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

40 જવાન સામે 400 પાકિસ્તાનીને મારો ત્યારે પુલવામાનો બદલો લીધો ગણાશે: કેજરીવાલ

- મોદી વગર આમંત્રણે પાકિસ્તાન જતાં ખોટો સંદેશો ગયો હોવાનો દાવો

Updated: Feb 26th, 2019

Article Content Image

(પીટીઆઇ) નવી દિલ્હી, તા.25 ફેબ્રુઆરી, 2019, સોમવાર

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે પહેલી માર્ચથી  આમરણાંત ઉપવાસ પર ઉતરશે. તેમણે કેન્દ્ર સરકાર અને મોદી પર જોરદાર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે જો પુલવામાનો બદલો લેવો હોય તો મોદી સરકારે ૪૦૦ પાકિસ્તાનીઓના માથા  કાપી લાવવા જોઇએ. પાકિસ્તાનને દસ ગણો નુકસાન કરાવીને આપણે બદલો લેવો જોઇએ.

તેમણે પુલવામા હુમલાને લઇ ભાજપ પર  રાજકારણ રમવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે  અમે વડા પ્રધાનની સાથે છીએ અને તેમણે પાક. સામે કડકમાં કડક પગલાં ભરવા જોઇએ. એવી કાર્યવાહી કરો કે પાકિસ્તાનને દસ ગણો નુકસાન થાય. વાંરવાર ભારતનું અપમાન કરાય છે અને સરહદે પાક.ની મરજીમાં આવે તે કરે છે.હાલની સરકારની વિદેશ નીતી અંગે તેમણે કહ્યું હતું કે સરકાર ખોટા સંદેશાઓ આપે છે.

મોદી વગર આમંત્રણે પાક.ના વડા પ્રધાનના જન્મદિને પાક. જતા રહ્યા એ ખોટો મેસેજ હતો અને પાક. આપણને નબળો માનવા લાગ્યો હતો. ઉપરાંત પઠાણકોટ પર કરાયેલા હુમલાની તપાસ માટે આપણે જાતે જ આઇએસઆઇને બારત બોલાવી હતી, જો કે આતંકીઓએ જ એરબેઝ પર હુમલો કર્યો હતો. જો તેઓ આપણા ૪૦ જવાનોને મારે તો તમે ૪૦૦ પાકિસ્તાનીઓના માથા વાઢી લાવ ત્યારે જ એ આપણી સાથે વાતચીત કરવા રાજી થશે.

દિલ્હીને પૂર્ણ રાજ્યના દરજ્જા આપવા અંગે તેમણે કહ્યું હતું કે 'લોકો એ બંને પક્ષોને  દિલ્હીની સાતે બેઠકો આપી હતી છતાં તેઓ દિલ્હીને  પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવી શક્યા નહતા. અમે ઇચ્છીએ છીએ કે આ વખતે લોકો અમને સાત બેઠકો જીતાડી આપે અમે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપીશું'.

Gujarat