For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કશ્મીરીઝ આર નોટ અલાઉડ ઇન ધીસ હૉટલ

- આગ્રાની હૉટલોએ બોર્ડ માર્યા

- તાજમહાલ જોવા આવનારા ટુરિસ્ટ્સ હેરાન થયા

Updated: Feb 20th, 2019

Article Content Imageઆગ્રા તા.20 ફેબ્રુઆરી 2019 બુધવાર

જગવિખ્યાત તાજમહાલ જોવા આવતા ટુરિસ્ટ્સ અને ખાસ તો જમ્મુ કશ્મીરના પર્યટન શૉખીનો તકલીફમાં મૂકાઇ જાય એવું બન્યું છે. આગ્રાની હૉટલોએ પોતાના પ્રવેશદ્વાર પર એવાં પાટિયાં માર્યાં હતાં કે અહીં કશ્મીરીઓ પર પ્રવેશ પ્રતિબંધ છે.

14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેએ જમ્મુ કશ્મીરના પુલવામા વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલા પછી દેશમાં વિવિધ રીતે આક્રોશ વ્યક્ત થઇ રહ્યો છે. જમ્મુ કશ્મીરના ગૂમરાહ થયેલા ટીનેજર્સ સિક્યોરિટી દળો પર પથ્થરમારો કરે છે એ હકીકત જગજાહેર છે.

હવે પુલવામા હુમલાના પ્રતિભાવ રૂપે આગ્રાના હૉટલ માલિકોએ એેવો નિર્ણય લીધો હતો કે કશ્મીરી ટુરિસ્ટ્સને પોતાની હૉટલોમાં પ્રવેશ આપવો નહીં.

જો કે આ પગલાને કોર્ટમાં પડકારી શકાય છે. પરંતુ અત્યારે વાતાવરણ એવું છે કે કોર્ટમાં જનારા પણ લોકોના રોષનો શિકાર બની શકે છે.

Gujarat