For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કર્ણાટકમાં અધિકારીને ત્યાં સાત કિ.ગ્રા. સોનું અને પાઇપમાં 13 લાખ રૂપિયા મળ્યાં

કર્ણાટકમાં એસીબીનો સપાટોઃ ભ્રષ્ટ અધિકારીઓને ત્યાં તવાઈ

એસીબીએ રાજ્યના 15 અધિકારીઓને ત્યાં જુદા-જુદા 68 સ્થળોએ દરોડા પાડયા

Updated: Nov 24th, 2021

એસીબીએ રાજ્યના 15 અધિકારીઓને ત્યાં જુદા-જુદા 68 સ્થળોએ દરોડા પાડયા અને મોટાપાયા પર બેહિસાબી રકમ જપ્ત કરી

નવી દિલ્હીઃ કર્ણાટકમાં એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા  કુલ 503 અધિકારીઓએ રાજ્યના  અલગ-અલગ 68 સ્થળોએ દરોડા પાડયા હતા. આવકથી વધારે સંપત્તિના મામલામાં કર્ણાટક સરકારના 15 અધિકારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ અધિકારીઓને ત્યાં પડેલા દરોડામાં મોટાપાયા પર સોનુ, રોકડ અને સંપત્તિના કાગળો જપ્ત કરવામાં આવ્યા છે. 

આ દરોડામાં પકડવામાં આવેલી સંપત્તિ એટલી છે કે દરોડા પાડનારા અધિકારીઓ પણ આશ્ચર્ય પામ્યા હતા. એસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે કૃષિ વિભાગના સંયુક્ત નિર્દેશક ટીએસ રુદ્રેશપ્પાના ઘરેથી લગભગ સાત કિલોગ્રામ સોનુ મળ્યું. તેના ઘરેથી કમસેકમ 3.5 કરોડ રૂપિયાના સોનાના ઘરેણા મળ્યા. આ ઉપરાંત તેના ઘરેથી 15 લાખ રૂપિયા રોકડા જપ્ત કરાયા હતા. આ સિવાય ગોકકના વરિષ્ઠ મોટર નિરીક્ષક સદાશિવ મારલિંગન્નાવરના ઘરેથી 1.13 કિલોગ્રામ સોનુ અને 8,22,172 રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. 

કલબુર્ગીમાં એન્ટિ કરપ્શન બ્યૂરોએ લોકનિર્માણ વિભાગના એન્જિનીયરને ત્યાં દરોડા પાડયા હતા. તેના ઘરની પાઇપલાઇનમાંથી 500 રૂપિયાની નોટો મોટાપાયા પર મળી આવી હતી. પાઇપલાઇનમાંથી કાઢવામાં આવેલી રોકડ 13 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ એન્જિનીયરના ઘરેથી 40 લાખ રૂપિયા રોકડા પકડવામાં આવ્યા છે. એસીબીની ટીમે પાઇપલાઇનમાંથી રોકડા રૂપિયા કાઢતો વિડીયો પણ બનાવ્યો હતો. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપી સરકારી અધિકારીઓ પર રાજ્યવ્યાપી કાર્યવાહીના પગલે કલબુર્ગી જિલ્લામાં પીડબલ્યુડીના એન્જિનીયરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઘરના પાઇપલાઇનમાં રોકડા છૂપાયાયા હતા. પાઇપલાઇનમાંથી રકમ કાઢવા પ્લમ્બરને બોલાવવો પડયો હતો.

Gujarat