For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજકીય સર્કસમાં જોકરની જ એન્ટ્રી બાકી હતી, વાડ્રાના પોસ્ટર પર નકવી

- મુરાદાબાદમાં રોબર્ટ વાડ્રાના પોસ્ટર પર રાજકારણ ગરમાયું

Updated: Feb 25th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી 2019, સોમવાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા બાદ બનેવી રોબર્ટ વાડ્રાની પણ રાજકારણમાં એન્ટ્રીની અટકળો ચાલી રહીં છે. આ અનુમાન રોબર્ટ વાડ્રાની તાજેતરની ફેસબુક પોસ્ટ પરથી લગાવવામાં આવી રહ્યું છે, જેના પરથી લાગી રહ્યું છે કે તેઓ પણ રાજનીતિમાં સક્રિય ભૂમિક ભજવવા માંગે છે. 

હવે સમાચાર સામે આવી રહ્યાં છે કે મુરાદાબાદમાંથી તેમને ચૂંટણી લડવાની ઓફર આપવામાં આવી રહીં છે. મુરાદાબાદમાં યુથ કોંગ્રેસ તરફથી કેટલાક પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં છે, જેમાં લખ્યું છે કે રોબર્ટ વાડ્રા જી મુરાદાબાદ લોકસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે તમારુ સ્વાગત છે.

જોકે, મુરાદાબાદમાં લાગેલા પોસ્ટર પર બીજેપીના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજકીય સર્કસમાં જોકરની જ એન્ટ્રી બાકી હતી, જે હવે જોવા મળી રહીં છે. નકવીએ કહ્યું કે રોબર્ટ વાડ્રા જી તમારુ ઉત્તર પ્રદેશના મુરાદાબાદ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે તમારુ સ્વાગત છે. સાથે જ તેમણે કહ્યું કે, આ જે પી-આર(પ્રિયંકા-રાહુલ) રાજકીય સર્કસ છે, તેમાં જોકરની એન્ટ્રી જ બાકી હતી અને હવે તે જોવા મળી રહીં છે.

નકવીએ રોબર્ટ વાડ્રાને આડે હાથ લીધા બાદ પુછ્યું કે શું તે રાજનીતિમાં આવવા માંગે છે અને ચૂંટણી લડવા માંગે છે?  ઉલ્લેખનીય છે કે મુરાદાબાદમાં જે પોસ્ટર્સ લાગ્યા છે તેમાં પીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પોસ્ટર પણ લાગી છે. ત્યાર બાદથી વાડ્રાની પણ ઔપચારિક તરીકે રાજનીતિમાં સક્રિય થવાની અટકળો તેજ થઇ ગઇ છે.

Gujarat