For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

40 કૉફીન એકસાથે જોઇને જવાનને હાર્ટ અટેક આવ્યો

- સીમા સુરક્ષા દળના નિત્યાનંદ સિંઘનું અકાળ મરણ

- એક કૉફીન એ પોતે ઊંચકી રહ્યા હતા

Updated: Feb 18th, 2019

Article Content Imageપટણા તા.18 ફેબ્રુઆરી 2019 સોમવાર

જમ્મુ કશ્મીરના પુલવામા વિસ્તારમાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા સીઆરપીએફના 40 જવાનોના કૉફીન એક સાથે જોઇને બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક સબ ઇન્સ્પેક્ટરને હાર્ટ એટેક આવ્યો હતો અને એમનું તત્કાળ મરણ થયું હતું એવા અહેવાલ મળ્યા હતા.

એએસઆઇ નિત્યાનંદ સિંઘ પોતે પણ એક જવાનના પાર્થિવ દેહનું કૉફીન લઇને બિહારના સાસારામ વિસ્તારમાં જઇ રહ્યા હતા ત્યારે એમને એટેક આવ્યો હતો અને એમનું મરણ થયું હતું. સાસારામ વિસ્તારમાં આ સમાચાર પ્રસરતાં સન્નાટો વ્યાપી ગયો હતો. 

છેલ્લા ચાર પાંચ દિવસમાં જમ્મુ કશ્મીરમાં 45થી વધુ જવાનો શહીદ થયા હતા. દેખીતી રીતેજ પોલીસ, સીઆરપીએફ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને ભારતીય લશ્કરના જવાનો આ ઘટનાતી ચોંકી ઊઠ્યા હતા.  જો કે હવે કેન્દ્ર સરકારે ભારતીય લશ્કરને આતંકવાદનો સામનો કરવા છૂટો દોર આપી દીધો હતો. 

Gujarat