For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

J & K: કેટલા આતંકવાદીઓ મોતને ભેટ્યા અને કેટલા જવાનો શહીદ થયા..જાણો આંકડા

Updated: Feb 15th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.15.ફેબ્રઆરી 2019, શુક્રવાર

જમ્મુ કાશ્મીરના પુલવામામાં ગુરુવારે સીઆરપીએફના જવાનો પર થયેલો હુમલો દેશના ઈતિહાસમાં સૌથી મોટા આતંકવાદી હુમલા પૈકીનો એક છે.

મોદી સરકારના કાર્યકાળમાં જમ્મુ અને કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યામાં વધારો થયો જ છે પણ તેની સામે સેનાએ પણ નુકસાન ઉઠાવવુ પડ્યુ છે.

2014માં જમ્મુ કાશ્મીરમા આતંકવાદી હુમલામાં 47 જવાનોએ જીવ ગુમાવ્યા હતા.જ્યારે 2018માં 91 જવાનો શહીદ થયા છે.તેની સામે 2014ના મુકાબલામાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યા 133 ટકા વધી છે.2014માં 110 આતંકવાદીઓ અને 2018માં 257 આતંકવાદીઓને સેનાના જવાનોએ યમલોક પહોંચાડ્યા છે.

Gujarat