For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઇન્ડિયન એરફોર્સ આજે પોખરણમાં વાયુ શક્તિ 2019 કવાયત કરી તાકાત બતાવશે

Updated: Feb 16th, 2019

Article Content Image

રાજસ્થાનના ભારત-પાકિસ્તાન સરહદે પોખરણમાં ફાયરિંગ રેન્જની બિલકુલ પાસેજ ઇન્ડિયન એરફોર્સ સંપુર્ણ તાકાત સાથે આવતી કાલે  એકરસાઇઝ વાયુ શક્તિ-૨૦૧૯માં કોમ્બેટ અને ફાયરિંગ ક્ષમતાનું પ્રદર્શન કરશે. કવાયતમાં પહેલી જ વાક સામેલ થનાર કવાયતમાં આકાશ મિસાઇલ ફાયરિંગ,એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટરમાંથી અને મિગ ૨૯માંથી  હવામાંથી જમીન પર કેવી રીતે ગન ફાયરિંગ કરાય તેનું પ્રદર્શન કરશે.

કવાયત દરમિયાન ભારતીય બનાવટનાં શસ્ત્રો, એરક્રાફ્ટ અને સાધનોનું પ્રદર્શન કરાશે જેમાં આકાશ (મધ્ય રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ), અસ્ત્ર (એર ટુ એર મિસાઇલ), હેલિકોપ્ટર અને  એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કન્ટ્રોલ સીસ્ટમ પ્લોટફોર્મ પર દર્શાવાશે. ૨૪ કલાક અને સાતે દિવસ હવાઇ ઓપરેશન્સમાં એરફોર્સની ક્ષમતા દેખાડવાના ઉદ્દેશ સાથે આયોજીત કવાયતમાં લક્ષ્યને શોધવા, મલ્ટી સ્પેકટ્રમ ક્ષમતા અને ત્વરીત  નિશાનની ઓળખ વગેરેનો સમાવેશ થશે.

Gujarat