For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતે પાકિસ્તાન પાસથે મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો

Updated: Feb 15th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી 2019, શુક્રવાર 

પુલવામાં સીઆરપીએફના જવાનો પર આત્મઘાતી હુમલાના વિરોધમાં ભારતે પાકિસ્તાનની સામે આક્રમક વલણ દાખવતા પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો છે.

પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 37 જવાનો શહિદ થયા બાદ દુનિયાભરે આ ઘટનાને વખોડી કાઢી છે. પુલવામામાં હુમલા બાદ વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાલી CCSની બેઠકમાં સામેલ થયા બાદ નાણા મંત્રી અરૂણ જેટલીએ મીડિયા સાથેની વાતચીતમાં હુમલાને આકરા શબ્દમાં વખોડી કાઢ્યો અને કહ્યું કે પાકિસ્તાનની આ કાયર હરકતાના કારણે પાકિસ્તાન મોસ્ટ ફેવર્ડ નેશન (MNF)નો દરજ્જો પાછો ખેંચી લીધો છે, અને આ અંગે કોમર્સ મંત્રાલય પોતાના કાર્યવાહી આગળ હાથ ધરશે.

આ ઘટના બાદ ડિપ્લોમેટીક પગલા પણ ઉઠાવવામાં આવી રહ્યાં છે. જેટલીએ આકરા શબ્દો ઉચારતા કહ્યું કે પાકિસ્તાનને આ ભૂલ બદલ ખુબ મોટી કિંમત ચૂકવવી પડશે.

તેમણે કહ્યું કે ગૃહમંત્રી રાજનાસિંહ કાશ્મરી જઇ રહ્યાં છે અને કાલે બોલાવવામાં આવેલી સર્વદલીય બેઠકમાં બધાની અભિપ્રાય લઇ આગળ વધશે.

Gujarat