For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે રમીને તેને હરાવવુ જોઈએઃ ગાવાસ્કર

Updated: Feb 21st, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.21.ફેબ્રુઆરી 2019, ગુરુવાર

પુલવામા હુમલા બાદ મોટાભાગના ક્રિકેટરો પાકિસ્તાન સાથે વર્લ્ડકપમાં પાકિસ્તાન સાથે મેચ નહી રમવાની તરફેણ કરી રહ્યા છે ત્યારે દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવાસ્કરે અલગ જ વાત કરી છે.

ગાવાસ્કરે કહ્યુ છે કે ભારત જો પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં મેચ નહી રમે તો નુકસાન ભારતને જ થશે.જો આપણે તેમની સામે મેચ નહી રમીએ તો પાકિસ્તાનને બે પોઈન્ટ મળી જશે અને પાકિસ્તાન જીતેલુ ગણાશે.તેમને પોઈન્ટ આપી દેવા કરતા વધારે સારો રસ્તો એ છે કે તેમની સાથે રમીને તેમને હરાવી દઈએ.હું જાણુ છું કે પાકિસ્તાન સાથે મેચ નહી રમીને પણ ભારત નેક્સટ રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ શકે પણ તેમને ફાયદો શું કામ કરાવવાનો?

ગાવાસ્કરનુ એવુ પણ કહેવુ છે કે ભારતનુ ક્રિકેટ બોર્ડ પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી કાઢવા માટે પ્રયાસો કરશે પણ એવુ થશે નહી.કારણકે તેના માટે બીજા દેશોની પણ સંમતિ જોઈશે અને અન્ય દેશો  આ માટે તૈયાર થશે તેવુ મને લાગતુ નથી.જોકે ભારતે આ માટે પ્રયત્ન કરવો જોઈએ.

Gujarat