For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતે આતંકવાદી પાકિસ્તાન સાથે વર્લ્ડકપ મેચ ન રમવી જોઇએ

- ભારતીય ક્રિકેટબોર્ડ ICCને પાક.ને બહાર કરવા રજૂઆત કરશે

- આજે નવી દિલ્હીમાં વિનોદ રાયની અધ્યક્ષતામાં સમિતિની બેઠક

Updated: Feb 21st, 2019

Article Content Image

નવી દિલ્હી, તા.21 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આંતકવાદી હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. આ પછી દેશભરમાં મોટાભાગના ભૂતપૂર્વ ક્રિકેટરો અને ચાહકો ઈચ્છી રહ્યા છે કે, ભારતે પાકિસ્તાન સામેની વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કરવો જોઈએ. 

હવે આ અંગે નિર્ણય લેવા અને આગળની કાર્યવાહી અંગે ચર્ચા-વિચારણા કરવા માટે આવતીકાલે ભારતીય ક્રિકેટ બોર્ડનું સંચાલન કરી રહેલા કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ)ની મિટિંગ યોજાશે. પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી બહાર કરવા માટેના ચક્રો ગતિમાન કરવાની તૈયારી બીસીસીઆઇએ કરી લીધી છે. હવે આવતીકાલની મિટિંગમાં આ અંગે એકશન પ્લાન પર ચર્ચા થઈ શકે તેમ છે. 

ભારતને પાકિસ્તાન સામે તારીખ ૧૬મી જુને માન્ચેસ્ટરમાં વર્લ્ડકપ વન ડે રમવાની છે. હરભજન, ગાંગુલી સહિતના કેટલાક ખેલાડીઓ આ મેચનો બહિષ્કાર કરવાની માગ કરી રહ્યા છે. જ્યારે ગાવસ્કર અને આકાશ ચોપરા જેવા ભૂતપૂર્વ દિગ્ગજો માની રહ્યા છે કે, ભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે રમીને તેમને સજ્જડ પરાજય આપવો જોઈએ. 

કેટલાક મીડિયા રિપોર્ટ જણાવે છે કે, કમિટિ ઓફ એડમિનિસ્ટ્રેટર્સે બોર્ડના સીઈઓ રાહુલ જોહરીને જણાવ્યું છે કે, તેઓ આઇસીસીને મોકલવા માટેનો પત્ર તૈયાર કરે. જેમાં ભારત પાકિસ્તાનને વર્લ્ડકપમાંથી દૂર કરવા માટે અપીલ કરશે. જોકે બીસીસીઆઇના એક ઓફિસિઅલે કહ્યું છે કે, સીઓએ તરફથી આઇસીસીને કોઈ પત્ર પાઠવવાની કે તેનો ડ્રાફ્ટ તૈયાર કરવાની સૂચના મળી નથી.

વધુમાં જો આઇસીસીને કોઈ સભ્યની માગ યોગ્ય ન લાગે તો તેઓ તેને ફગાવી શકે છે. વધુમાં જો સીએઓ વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે રમવું કે નહિ તે અંગે કોઈ નિર્ણય લેવા ઈચ્છે તો પણ તેમણે આ અંગે રમત મંત્રાલય અને વિદેશ મંત્રાલયની સલાહ લેવી પડે અને ત્યાર બાદ આગળ વધી શકાય. 

પાકિસ્તાનને વર્લ્ડ કપમાંથી દૂર કરાવી ન શકાય

ભારતીય ક્રિકેટ બોર્ડ તેના પાવરનો ઉપયોગ કરીને આગામી વર્લ્ડકપમાંથી પાકિસ્તાનને કિક-આઉટ કરાવી શકે તેમ છે, જેવા અહેવાલોને પગલે બીસીસીઆઇના એક ઓફિસિઅલે ખુલાસો કર્યો છે કે, આવું શક્ય જ નથી. આઇસીસીના નિયમ અનુસાર તેના સભ્ય દેશો જો ક્વોલિફાય થયા હોય તો તેની આંતરરાષ્ટ્રીય ઈવેન્ટમાં ભાગ લેવા માટેનો અધિકાર ધરાવે છે. પાકિસ્તાનને વર્લ્ડકપમાંથી દૂર કરાવવાનો કોઈ બંધારણીય કે કરાર સંબંધિત રસ્તો નથી. 

Gujarat