For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાક અવળચંડાઈ કરે તો જવાબ આપવા ભારતે એલર્ટ કરી AWACS

Updated: Feb 26th, 2019

Article Content Imageનવી દિલ્હી,તા.26.ફેબ્રુઆરી 2019, મંગળવાર

પીઓકેમાં આવેલા આતંકવાદી કેમ્પોને ભારતીય વાયુસેનાએ તબાહ કરી દીધા બાદ અવળચંડુ પાકિસ્તાન કોઈ જવાબી કાર્યવાહી કરે તો તેનો સામનો કરવા માટે ભારતે પગલા ભરવા માંડ્યા છે.

ભારતે પોતાની AWACS સિસ્ટમ એક્ટિવ કરી દીધી છે.જેનુ ફુલ ફોર્મ થાય છે એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ.સામાન્ય રીતે દુશ્મન દેશના વિમાન કે મિસાઈલની જમીન પરના રડાર જાણકારી આપતા હોય છે.એવોક્સમાં રડારને પ્લેનની ઉપર ફીટ કરવામાં આવે છે.આ પ્લેન આકાશમાં રડાર સાથે ઉડતા રહીને દુશ્મન તરફથી થતી કોઈ પણ હિલચાલ પર પળેપળની નજર રાખે છે.

જમીન પરના સ્થાયી રડાર કરતા AWACS સિસ્ટમ વધારે પાવરફુલ હોય છે.ભારત પાસે ઈઝરાયેલી બનાવટની અને સ્વદેશી બનાવટની એમ બે પ્રકારની AWACS સિસ્ટમ છે.

સૌથી પહેલા તેનો ઉપયોગ અમેરિકન વાયુસેનાએ શરુ કર્યો હતો.હવે દુનિયામાં ભારત સહિત જે પણ શક્તિશાળી એરફોર્સ છે તે AWACSનો ઉપયોગ કરે છે. ભારતની સિસ્ટમ 370 કિલોમીટર દુરથી જ દુશ્મનની ગતિવિધિને પારખી લે છે.તે કોઈ પણ હવામાનમાં કામ કરવા માટે સક્ષમ છે.

Gujarat