For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અયોધ્યામાં સરકારે સંપાદિત કરેલી વિવાદિત જમીનના કાયદાને પડકારતી અરજી સુપ્રીમમાં

- સરકારે જમીન મૂળ માલિકને પરત આપવા અરજી કર્યા પછી

Updated: Feb 16th, 2019


(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. 15 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર

સુપ્રીમ કોર્ટ જમીન સંપાદન અંગેનો ૧૯૯૩ સેન્ટ્રલ લો બંધારણીય માન્યતા ધરાવે છે કે કેમ તેની સુનાવણી કરશે. સરકારે અયોધ્યામાં વિવાદિત વિસ્તાર સહિત ૬૭.૭૦૩ એકર જમીન આ કાયદા હેઠળ સંપાદિત કરી હતી. આ કાયદાની કાયદેસરતાને પડકારતી નવી અરજી થઈ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ આ અરજી રામમંદિરના ટાઇટલ વિવાદ સાથે સંલગ્ન કરવા આદેશ કર્યો હતો.

કેન્દ્ર સરકારે ૨૦૦૩ના આદેશને ફેરવીને વિવાદિત જમીન મૂળ માલિકોને સોંપી દેવાની અરજી કર્યા બાદ લખનઉના રામલલ્લાના ભક્તો એવા સાત વકીલોએ અરજી કરી કેન્દ્રે અધિગ્રહણ કરેલી જમીન ગેરકાનુની રીતે તો નથી કરીને. તેમણે કેન્દ્ર અને ઉત્તર પ્રદેશની સરકારને રામજન્મભૂમિ ન્યાસની જમીનમાં થતી પૂજા દર્શનમાં અડચણ ન બનવા માગણી કરી હતી.

કેન્દ્ર સરકારે તમામ વિવાદિત જમીન સંપાદિત કરીને હિન્દુઓને પૂજાના અધિકારોથી વંચિત રાખ્યા હતા તો તેમણે જણાવ્યું હતું.

સરકારે તે વખતે ૬૭.૭૦૩ એકર ઉપરાંત ૨.૩૭ એકરનો પ્લોટ પણ સંપાદન કરેલો. ૧૯૯૩ના કાયદા હેઠળ લેવાયેલી આ જમીનમાં ૪૨ એકર બિન વિવાદિત છે.

Gujarat