For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તેલંગાણામાં રૂ. 10માં મળતી સાડી ખરીદવા મોલમાં નાસભાગ: અનેક ઘાયલ

Updated: Feb 17th, 2019

Article Content Image

તેલંગાણા, તા.17 ફેબ્રુઆરી, 2019, રવિવાર

તેલંગાણાના સિદ્દીપેટ જિલ્લામાં આવેલા CMR શોપિંગ મોલે માત્ર ૧૦ રુપિયામાં સાડીઓની ઓફર જાહેર કરી હતી. માત્ર ૧૦ રુપિયામાં સાડીઓ મળી રહી હોવાની ખબર ફેલાતા જ મોલમાં યુવતીઓ અને મહિલાઓની મોટી ભીડ ઉમટી પડી હતી.

સસ્તા ભાવે સાડીઓ ખરીદવા માટે લોકોએ અફરાતફરી મચાવી દીધી હતી અને અચાનક કોઈ કારણસર ભાગદોડ મચતા અનેક લોકો ઘાયલ થયા હતા. અનેક લોકોએ આ ભાગદોડમાં પોતાની વસ્તુ ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.  અને અમુક લોકો હાથ સાફ કરતા પણ જોવા મળ્યા હતા. 

ભાગદોડની ખબર મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મોલ બંધ કરાવીને આ અંગેની તપાસ આરંભી હતી. એક મહિલાએ નાસભાગ દરમિયાન પોતાની પાંચ તોલાની સોનાની ચેન, છ હજાર રુપિયા રોકડા અને ડેબિટ કાર્ડ ચોરાયુ હોવાની ફરિયાદ નોંધાવી છે. 

Gujarat