For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

17મી લોકસભાના પહેલા સત્રમાં સંસદમાં ક્યાં નેતાને ક્યાં સ્થાન મળ્યું જુઓ

- સરકારમાં નંબર ટૂનો તાજ રાજનાથ પર યથાવત

Updated: Jun 17th, 2019

Article Content Imageનવી દિલ્હી, તા. 17 જૂન 2019, સોમવાર

17મી લોકસભાની શરૂઆત થઈ ચૂકી છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પ્રથમ સત્ર છે. 40 દિવસ ચાનલારા સત્રની શરૂઆત સાંસદોને શપથ અપાવીને કરવામાં આવી છે. જોકે, 

આ બધા વચ્ચે કોણ ક્યાં બેસવાનું છે તેના ઉપર સૌની નજર છે. કારણ કે, કેબિનેટની રચનાની સાથે જ 'સરકારમાં નંબર ટૂ કોણ'ના પ્રશ્નો ઉઠવા લાગ્યો હતા. હવે એ નક્કી થઈ ગયું છે કે, ગૃહના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ સીટમાં બેસવાના છે. અને ત્યાર બાદ નબંર ટૂ રાજનાથસિંહ અને અમિત શાહ ત્રીજા નંબરે છે.

ઉલ્લેખનીય છે કે, રક્ષામંત્રી રાજનાથસિંહ લોકસભામાં ભાજપ પાર્ટીના ઉપનેતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહના નેતા છે. એટલે કે રાજનાથસિંહનું કદ ગૃહમાં બીજી નંબરનું છે. અને આ જ કારણે રાજનાથ સિંહ નરેન્દ મોદીની બાજુમાં બેઠા છે.

ઉલ્લેખનીય છે કે, રાજનાથસિંહને કેબિનેટમાં ગૃહમંત્રીથી હટાવીને રક્ષામંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારથી ગણગણાટ શરૂ થઇ ગયો હતો કે નરેન્દ્ર મોદીએ રાજનાથ સિંહનું કદ વતરીને ત્રીજા નંબરે ધકેલી દીધા છે.

ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ પણ આ વખતે લોકસભામાં ચૂંટાઈને આવ્યા છે. તેઓને સત્તાધારી પક્ષની સાથે જ પહેલી લાઈનમાં રાજનાથસિંહની બાજુમાં સ્થાન મળ્યું છે.

પહેલાં આ સીટમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ બેસતા હતા. તેમની બાજુમાં થાવરચંદ ગહલોત છે, જ્યાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની સીટ પર બિરાજમાન થયા છે. આ ઉપરાંત નીતિન ગડકરી, સદાનંદ ગૌડા ત્યાર બાદ રવિશંકર પ્રસાદ, નરેન્દ્ર સિંહ તોમર અને હરસમિત કૌર બાદલ પહેલી લાઇનમાં જોવા મળ્યા. આ ઉપરાંત રામવિલાસ પાસવાન પણ જોવામા મળ્યા. જોકે, તેઓ આ તેઓ સાંસદ નથી પરંતુ મંત્રી હોવાના કારણે તેઓ ગૃહમાં છે. ગૃહમાં અત્યારસુધી મંત્રી પદની વરિષ્ઠતા કે પછી કેટલી વખત ચૂંટાઈને આવ્યા તેના આધારે સ્થાન આપવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, આ વખતે ગૃહમાં વરિષ્ઠ અને જૂના સાંસદો નથી દેખાઈ રહ્યા, જેમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુષ્મા સ્વરાજ, મલ્લિકાર્જુન ખડગે, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા મોટા નામનો સમાવેશ થાય છે. 

Gujarat