For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશમાં બે જગ્યાએથી 42 કરોડના માદક દ્રવ્યો પકડાયાઃ ત્રણ ખેપિયાઓની દરપકડ

-બારાબંકીમાંથી 12 કિલો મોરફિન અને વિશાખાપટ્ટમમાંથી 1813 કિલો ગાંજો જપ્ત

Updated: Feb 23rd, 2019

Article Content Image(પીટીઆઇ) બારાબંકી,તા.23 ફેબ્રુઆરી 2019,શનિવાર

જિલ્લાના સફદરગંજમાંથી આજે પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા ૪૦ કરોડની કિમતનું ૧૨ કિલો મોરફિન પકડી પાડયું હતું અને તેને લાવનાર બે ખેપિયાઓની પણ ધરપકડ કરાઇ હતી. પોલીસે સાઇ કાયસ્થાના ગામમાં ઝૈદપુર-સફદરગંજ રોડ પરથી નફીસ અને ફુરકાનને અટકાયતમાં લેતાં તેમની પાસેથી આ માદક દ્રવ્ય મળી આવ્યું હતું, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

તેમણે પોલીસને કહ્યું હતું કે તેઓ વર્ષોથી માદક પદાર્થની દાણચોરી કરે છે. તેમની ટોળકીમાં કોણ કોણ છે તે જાણવા પોલીસ સઘન તપાસ શરૂ કરી હતી.

એક અન્ય કેસમાં ડીઆરઆઇએ વિશાખાપટ્ટમમાં એક હાઇવે પરથી રૂપિયા ૨.૭૧ કરોડના ગાંજાને જપ્ત કર્યો હતો. ડીઆરઆઇએ કહ્યું હતું કે ૧૮૧૩ કિલો સાથે એક વાહનના ડ્રાઇવરની પણ ધરપકડ કરી હતી. તેમને મળેલી પાકી બાતમીના આધારે ચેન્નાઇ-કોલકાતા હાઇ વે પર એક વાહનમાં માદક દ્રવ્યો લઇ જઇ રહ્યામાં આવે છે, પરિણામે તેઓ ચોકિંગમાં હતા ત્યારે તેમને  ૩૬૧ બ્રાઉન પેકેટમાંથી આશરે પાંચ કિલો ગાંજો મળ્યો હતો. 

તેમણે કહ્યું હતું કે આ જથ્થો છત્તીસગઢના રાયપુર લઇ જવામાં આવી રહ્યો હતો.

Gujarat