For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

છટણીના દોર વચ્ચે ભારત માટે રાહતના સમાચાર, આ કંપની 30,000 લોકોની કરશે ભરતી

Pwc India અને PwC US મળીને ભારતમાં નવા વૈશ્વિક કેન્દ્રો સ્થાપશે

આવનારા પાંચ વર્ષ ભારતમાં 30,000 નવી નોકરીઓ સ્થાપવામાં આવશે

Updated: Feb 6th, 2023

Article Content Image

Image: envato



હાલ વિશ્વમાં મોટી મોટી ટેક જાયન્ટ કંપનીઓ કર્મચારીની છટણી કરી રહી છે. આખું વિશ્વ એક આર્થિક સંકટની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. એવામાં ભારત માટે એક સારા સમાચાર મળી રહ્યા છે.  Pwc India અને  PwC US મળીને ભારતમાં નવા વૈશ્વિક કેન્દ્રો સ્થપવા અને સંયુક્ત્ત સાહસ સ્થાપવા જઈ રહ્યું છે. Pwcએ કરેલી જાહેરાત અનુસાર, તેમણેએ રીતનો પ્લાન તૈયાર કર્યો છે જેમાં આવનારા પાંચ વર્ષ ભારતમાં 30,000 નવી નોકરીઓ સ્થાપવામાં આવશે. જેના દ્વારા ભારતમાં 2028 સુધીમાં 80,000 કર્મચારીઓને નોકરી મળી શકશે. 

જે આવનારા સમયમાં વૃદ્ધિને વેગ આપવા અને સેવાની ગુણવત્તા સુધારવામાં ખુબ મદદ કરી શકે છે. કંપની હાલમાં તેની ભારતીય પ્રેક્ટિસ અને વૈશ્વિક વિતરણ કેન્દ્રો વચ્ચે ભારતમાં 50,000 થી વધુ કર્મચારીઓને રોજગારી આપે છે. PwC USના પ્રમુખના જણાવ્યા અનુસાર, PWC India અને PwC US વચ્ચેનો ઉન્નત સહયોગ વૈશ્વિક ટેલેન્ટ ફૂટપ્રિન્ટના વિકાસને વધુ વેગ આપશે. તે લોકો માટે ઘણી ટેકનિકલ કૌશલ્યો વિકસાવવાની તકો પણ ઊભી કરવામાં આવશે. 


Gujarat