મારે EVMની બેટરીવાળો ફોન જોઈએ..: હરિયાણામાં પરાજય બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાનો કટાક્ષ

Image: Facebook
Udit Raj Raised Questions On EVM: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ હાર અને જીતના મુદ્દે ચર્ચા ચાલુ છે. આ દરમિયાન કોંગ્રેસને મળેલી હાર પર પાર્ટીના નેતા હવે ઈવીએમને લઈને સવાલ ઊભા કરી રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ઉદિત રાજે ગુરુવારે ઈવીએમ પર નિશાન સાધ્યું છે.
કોંગ્રેસ નેતા ઉદિત રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'મારે EVMની બેટરીવાળો મોબાઈલ ફોન જોઈએ છે. જે આખો દિવસ કામ કરતો રહે અને પછી બે દિવસ બાદ પણ 99% બેટરી રહે. કિંમતની ચિંતા નથી. માહિતી આપનારને કમિશન આપવામાં આવશે.'
રાહુલ ગાંધીની લોકપ્રિયતા ઓછી થઈ નથી
આ પહેલા ઉદિત રાજે બુધવારે ભાજપ પર નિશાન સાધ્યુ હતુ. તેમણે આરોપ લગાવતાં કહ્યું કે 'વડાપ્રધાન મોદી કોંગ્રેસના તમામ કરેલા કાર્યને ખતમ કરવામાં લાગેલા છે. રાહુલ ગાંધીની લોકપ્રિયતા ઓછી થઈ નથી. વોટમાં 10 ટકાનો વધારો થયો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેને બેઠકોમાં લગભગ સમાન વોટ જ મળ્યા છે.'
ભાજપ દગો આપીને ચૂંટણીમાં જીતી
હરિયાણામાં કઈ પાર્ટીને કેટલી બેઠકો
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રદેશમાં ભાજપે કુલ 48 બેઠકો જીતી છે. કોંગ્રેસે 37 બેઠકો પર જીત મેળવી છે. ઈન્ડિયન નેશનલ લોકદળને 2 બેઠકો પર જીત મળી છે જ્યારે ત્રણ અપક્ષ ધારાસભ્ય પણ જીતીને આવ્યા છે. ચૂંટણી જીતનાર તમામ અપક્ષ ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યું છે.

