Get The App

VIDEO: કંપનીના કાર્યક્રમમાં હીરોની જેમ એન્ટ્રી કરી રહ્યા હતા CEO, કેબલ તૂટ્યો અને નીચે પટકાયા, થયું મોત

- આ દુર્ઘટનામાં કંપનીના પ્રેસિડેન્ટ ગંભીર રીતે ઘાયલ થયા છે

Updated: Jan 20th, 2024

GS TEAM

Google News
Google News
VIDEO: કંપનીના કાર્યક્રમમાં હીરોની જેમ એન્ટ્રી કરી રહ્યા હતા CEO, કેબલ તૂટ્યો અને નીચે પટકાયા, થયું મોત 1 - image


હૈદરાબાદ, તા. 20 જાન્યુઆરી 2024, શનિવાર

હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં શુક્રવારે થયેલી એક દુર્ઘટનામાં પ્રાઈવેટ કંપનીના CEOનું મોત થઈ ગયુ હતું. કંપનીના સિલ્વર જુબલીના અવસર પર ત્યાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્થળ રામોજી ફિલ્મ સિટી હતી. કાર્યક્રમના આયોજકોએ નક્કી કર્યું હતું કે, કંપનીના CEO અને પ્રેસિડેન્ટ હીરોની જેમ એન્ટ્રી કરશે.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, હોલમાં કેટલાક લોકો બેઠા છે. બીજી તરફ સામે મંચની ઉપર લોખંડના પાંજરામાં બેસીને બે લોકો (કંપનીના CEO અને પ્રેસિડેન્ટ) આવી રહ્યા છે. પાંજરામાંથી આતશબાજી કરવામાં આવી રહી છે. તેની હાજર લોકો ખુશીથી નાચી રહ્યા છે. 

Tags :