For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજે તામિલનાડુ-પુડ્ડુચેરી પર 'નિવાર' વાવાઝોડું ત્રાટકશે, એલર્ટ જાહેર

- પુડ્ડુચેરીમાં 144 લાગુ, દૂધ-દવાના સ્ટોર સિવાય બધુ 26મી સુધી બંધ

- મોદીએ તામિલનાડુના સીએમ સાથે વાત કરી, 1200 રેસ્ક્યૂ જવાનો તૈનાત, 800થી વધુને સ્ટેન્ડબાય પર રખાયા

Updated: Nov 24th, 2020

Article Content Image

આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારોને હાઇ એલર્ટ પર રખાયા, માછીમારી પર પ્રતિબંધ મુકાયો

હિમાચલ પ્રદેશ, કાશ્મીરમાં સતત બીજા દિવસે હિમવર્ષા, અનેક વિસ્તારોમાં રસ્તા બંધ કરવા પડયા 

ચેન્નાઇ, તા. 24 નવેમ્બર, 2020, મંગળવાર

નિવાર નામનું વાવાઝોડુ તમિલનાડુ અને પુડ્ડુચેરી પર ત્રાટકવા જઇ રહ્યું છે. વાવાઝોડાને કારણે ભારે તારાજીની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે રેલવેએ અનેક ટ્રેનોને પણ રદ કરી દીધી છે. આ વાવાઝોડુ 25મી નવેમ્બરના રોજ આ બન્ને રાજ્યોમાંથી પસાર થશે જેને પગલે અત્યારથી જ બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી છે કે 25મી નવેમ્બરે સાંજે તામિલનાડુ અને પુડ્ડુચેરી નિવાર નામના વાવાઝોડાની લપેટમાં આવી શકે છે. વાવાઝોડાની ગતી વધતા તેને અતી જોખમી કેટેગરીમાં પણ મુકવામાં આવ્યું છે. ખતરાને ધ્યાનમાં રાખીને પુરા પુડ્ડુચેરીમાં 24મીથી 26મી સુધી કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન જોકે દુધ, પેટ્રોલ અને દવાઓના સ્ટોર વગેરેને ખુલ્લા રાખવાની છુટ આપવામાં આવી છે. 

તામિલનાડુમાં પણ સમુદ્રી કાંઠે રહેતા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને કેટલાકને સુરક્ષીત સૃથળે પણ ખસેડવામાં આવ્યા છે. તાલુકા અને ગ્રામીણ પંચાયત કક્ષાએ રેસ્ક્યૂ ઓપરેશનની તૈયારી કરી લેવામાં આવી છે. સાથે જ આંધ્ર પ્રદેશમાં પણ સમુદ્રી કાંઠા વાળા વિસ્તારોને હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તામિલનાડુના મુખ્ય પ્રધાન સાથે વાતચીત કરી હતી અને દરેક પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી. 

તામિલનાડુમાં હાલ સાત જિલ્લામાં આંતરીક જિલ્લા બસ સેવાને સૃથગીત કરી દીધી છે. કેટલાક જિલ્લાઓમાં ટ્રેનોને પણ હાલ રદ કરી દેવામાં આવી છે.  આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં એનડીઆરએફની કુલ 30 ટીમોને તૈનાત કરી દીધી છે. હવામાન વિભાગની આગાહી છે કે વાવાઝોડા સમયે પવનની ગતી 100થી 110 કિલોમીટરની રહેવાનું અનુમાન છે. જેને પગલે આશરે 1200 જેટલા રેસ્ક્યૂ ટ્રૂપર્સ અને 800 લોકોને સ્ટેન્ડબાય રખાયા છે. 

બીજી તરફ દેશના અન્ય ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. કાશ્મીર અને ઘાટીમાં સતત બીજા દિવસે હિમવર્ષા પડી રહી છે સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડયો હતો. જ્યારે માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડીગ્રી હતું તે થોડુ વધીને 1.4 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે ચુરૂ અને ભીલવાડામાં તાપમાન 8.8 ડીગ્રી જેટલુ નોંધાયું હતું. તેવી જ રીતે હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષા શરૂ થઇ ગઇ છે. અહીંના કાલપામાં 9.6 સેમી, ખદ્રાલામાં 6 સેમી, કીલોંગમાં પણ ત્રણ સેમી બરફ પડયો હતો. શીમલામાં તાપમાનનો પારો 6.3 ડીગ્રીએ પહોંચ્યો હતો.  

દિલ્હીમાં અત્યંત ખરાબ એર ક્વોલિટીથી લોકો ત્રાહીમામ

નવી દિલ્હી, તા. 24

દિલ્હીમાં વાયુ પ્રદુષણ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીની હવાને અતી ખરાબ કેટેગરીમાં મુકવામાં આવી છે. જેને પગલે લોકોને હજુ પણ ખરાબ શ્વાસનો સામનો કરવો પડશે. બીજી તરફ કોરોનાના કેસો પણ ઝડપથી વધી રહ્યા હોવાથી લોકોની હાલાકીમાં બેગણો વધારો થઇ ગયો છે. 

જે વિસ્તારમાં એર ક્વોલિટીને અતી ખરાબ કેટેગરીમાં મુકવામાં આવી છે તેમાં આનંદ વિહારમાં 413, અશોક વિહારમાં 407, ચાંદની ચોકમાં 410 એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો હતો. સામાન્ય રીતે એર ક્વોલિટી ઇન્ડેક્સ શૂન્યથી 50 હોય તો સારો, 51થી 100 હોય તો માપમાં અને 101થી 200 હોય તો સામાન્ય ખરાબ, 201થી 300 હોય તો વધુ ખરાબ અને 400 હોય તો અતી ખરાબ તેમજ 500થી વધુ હોય તો અત્યંત સ્ફોટક સિૃથતિમાં માનવામાં આવે છે.

Gujarat