For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

2000 કિમીની આંતરરાષ્ટ્રીય સરહદે હાઇ ટેક સર્વેલન્સની કામગીરી પુરજોશમાં : BSF

- પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદે આગામી છથી સાત વર્ષમાં કામગીરી પુરી થશે

Updated: Feb 19th, 2019

Article Content Image

(પીટીઆઇ) ઇન્દોર, તા.19 ફેબ્રુઆરી, 2019, મંગળવાર

 પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આંતરરાષટ્રીય સરહદે ૨૦૦૦ કિમી સુધી હાઇ ટેક સર્વેલેન્સની કામગીરી પુરજોશમાં ચાલુ હોવાનું બોર્ડર સીક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. 

અત્યાધુનિક ટેકનોલોજી સાથે કોમ્પ્રીહેન્સિવ ઇન્ટીગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સીસ્ટમ દ્વારા ભારતીય સરહદના ઘુસણખોરી કરનારાઓને શોધી શકાશે, એમ બીએસએફના અધિક ડાયરેકટર જનરલ એ.કે.શર્માએ પત્રકારોને કહ્યું હતું.

 આ સીસ્ટમમાં નવા સાધનો અને ટેકનોલોજીનો સમન્વય છે જેનાથી સરહદે વધુ સારી રીતે નજર રાખી શકાશે અને ઘુસણખોરોને પકડી શકાશે. શર્માએ કહ્યું હતું કે  આ પ્રોજેક્ટ હેઠળ જમ્મુ  અને અન્ય જગ્યાએ ભારત-પાક.ની સરહદે કેટલાક ભાગમાં આધુનિક સાધનો નાંખવાની કામગીરી ચાલુ જ છે અને બાંગ્લદેશમાં પણ નજીકના વિસ્તારોમાં કામગીરી ખૂબ જ ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે.

'આ પ્રોજેક્ટનું કામ સતત ચાલુ જ રહે છે. આમાં વિશ્વની કેટલીક સૌથી શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે જેના કારણે સરહદે નજર રાખી શકાશે'એમ તેમણે કહ્યું હતું. કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પ્રાથમિકતાના ધોરણે આ પ્રોજેક્ટ પર અમલ કરાય છે.આ જગ્યાએ અત્યંત મજબૂત ટેકનીકલ મિકેનીઝમ છે. આ કામગીરી છ થી સાત વર્ષમાં પુરી કરાશે, એમ તેમણે ઉમેર્યું હતું.

Gujarat