For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કાશ્મીરમાં ભારે બરફવર્ષા અને વરસાદથી ઠેર ઠેર ભૂસ્ખલન : ત્રણનાં મોત, એક ઘાયલ

- જમ્મુ-શ્રીનગર હાઇવે ત્રીજા દિવસે પણ બંધ : ૧૭૦૦થી વધુ વાહન ફસાયા

- ગુરેજમાં હિમસ્ખલન: ૩૦ ઘર ધરાશાયી, સંખ્યાબંધ લોકોનું સ્થળાંતર

Updated: Feb 22nd, 2019

Article Content Image

સતત વરસાદ અને બરફ વર્ષાથી જનજીવન ઠપ

જમ્મુ, તા.22 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર

જમ્મુ અને કાશ્મીરમાં સતત ભારે બરફવર્ષા અને વરસાદથી સંકટ ઉભું થયું છે. ગુરેજ વિસ્તારમાં હિમસ્ખલનમાં ૩૦ ઘર ધરાશાયી થયા હતા. પૂંચ અને રીયાસી જિલ્લામાં ભૂસ્ખલનમાં ત્રણનાં મોત અને એક ઘાયલ થયા હતા.

કાશ્મીરના પૂંચમાં મંડીફત્તેપુર નજીક વાહન પર જઇ રહેલા ત્રણ યુવાનો ભૂસ્ખલનમાં દટાઈ ગયા હતાં. જેમાં બે ના મોત થયા હતા. રીયાસી જિલ્લામાં ભૂસ્ખલનમાં ચાર વર્ષીય બાળક જીવતો દટાઈ ગયો હતો.

કાશ્મીરમાં બાંદીપુર જિલ્લામાં રાત્રિભર બરફવર્ષા ચાલુ રહી હતી. ગુરેજ વિસ્તારમાં હિમસ્ખલનમાં ૩૦ ઘર દટાઈ ગયા હતા, હજી આ વિસ્તારમાં છ થી સાત ફૂટ બરફના થર થયેલા છે. બચાવ ટૂકડી કામે લાગી છે. પરંતુ બરફવર્ષાને કારણે તેમના કામમાં અડચણ પડે છે. આ વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરાયું હતું.

જમ્મી શ્રીનગર હાઇવે ભૂસ્ખલનને કારણે આજે ત્રીજા દિવસે પણ બંધ હતો અને ૧૭૦૦ જેટલા વાહનો ફસાયેલા છે. રામવન જિલ્લામાં ૨૦ સ્થળે ભૂસ્ખળન થતાં જમ્મુ-કાશ્મીરના ૨૭૦ કિલોમીટરના હાઇવે પર સતત વરસાદને પગલે પાંચ સ્થળે ભૂસ્ખલન થયા હતાં ખૂંનીનાળા, પંશીમાલ, દિગડોલે, બેટરી ચેશ્મા અને મારૃગમાં હાઇવે સંપૂર્ણ બંધ કરાયો હતો.

હાઇવે બંધ થતાં રામવન, ઉધમપુર, સાંબા અને કથુયા જિલ્લામાં લગભગ ૧૭૦૦ વાહન ફસાયેલા છે. રસ્તો સાફ કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

બટોડા-ડોડા-કિશીવાર રોડ પણ બંધ થયો છે. વધુ ભૂસ્ખલનની ભીતિથી પ્રવાસીઓ ભયભીત છે. કાશ્મીર અને શોપિયા જિલ્લાને જોડતો મોઘલ રોડ એક માસથી બંધ છે.

Gujarat