For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હિમાચલમાં ભારે બરફ વર્ષા અને વરસાદની ચેતવણી સાથે 'યલો વોર્નિંગ'

- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી

- પંજાબ અને હરિયાણામાં છૂટો છવાયો વરસાદ થતા તાપમાન ઘટયું : જનજીવનને અસર

Updated: Feb 19th, 2019

Article Content Image

(પી.ટી.આઈ.)શિમલા, તા.19 ફેબ્રુઆરી, 2019, મંગળવાર

હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસમાં ભારે બરફ વર્ષા અને વરસાદની ચેતવણી સાથે હવામાન વિભાગે 'યલો વોર્નિંગ' જાહેર કરી હતી.

પશ્ચિમોત્તર ભારત પર અરેબિયન સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે હિમાચલની પશ્ચિમી પર્વતમાળામાં ભારે બરફ વર્ષા થશે તેમ તેમણે જણાવ્યું હતું.

શીમલા, ચાંબા, કુલ્લુ, લાહોલ સ્પિતિ અને કિન્નોર જિલ્લામાં બરફ વર્ષા અને કરા સાથે વરસાદથી ઘણા રસ્તા બંધ થવાની સંભાવના છે. દરમિયાન આજે શિમલામાં સાત, કુફરીમાં ૩૫ અને ડેલહાઉસીમાં ૩૫ સેન્ટીમીટર બરફ પડયો હતો. પરિણામે તાપમાનનો પારો ઘટયો હતો. કિલોંગ માઇનસ ૮.૫ ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ બન્યું હતું.

પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો તો. હવામાન વિભાગે જણાવ્યા મુજબ પંજાબના અમૃતસર, પતિયાલા અને પઠાણકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો.

હરિયાણાના અંબાલામાં ઝાપટાં પડયા હતા. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં વધુ વરસાદની આગાહી કરી હતી. વરસાદને પગલે તાપમાનનો પારો નીચો ગયો હતો. ચંડિગઢમાં ૧૧.૮, અંબાલામાં ૧૨.૫ કરનાલમાં ૧૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. પંજાબના અમૃતસરમાં ૬.૬ ડિગ્રી સહિત અન્ય શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં નીચા રહ્યા હતા.

Gujarat