For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાક.નો કાશ્મીરમાં અંકુશ રેખા પાસેની ચોકીઓ અને ગામોમાં ભારે મોર્ટારમારો

- ભારતની ચેતવણી છતાં સતત ત્રીજા દિવસથી પાકની અવળચંડાઇ

- રાજૌૈરી અને પૂંચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પાકિસ્તાની સેના દ્વારા પાંચ વખત શસ્ત્રવિરામ ભંગ

Updated: Feb 21st, 2019

Article Content Image

પુલવામા હુમલા અને પાક. સેનાના સતત ગોળીબારથી અંકુશ રેખા પાસેના રહીશો ભયભીત ૨૦૧૮માં પાકે.  ૨૯૩૬ વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો,  જે છેલ્લા ૧૫ વર્ષમાં સૌૈથી વધુ

(પીટીઆઇ) જમ્મુ, તા.21 ફેબ્રુઆરી, 2019, ગુરૂવાર

ભારતની ચેતવણી છતાં પાકિસ્તાને સતત ત્રીજા દિવસે શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં અંકુશ રેખા પાસે આવેલી ફોરવર્ડ ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો.  સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાને રાતે ૧ વાગ્યાથી પૂંચ સેક્ટરમાં અંકુશ રેખા પાસે આવેલી ફોરવર્ડ ચોકીઓ પર મોર્ટારમારો અને ગોળીબાર શરૃ કરી દીધો હતો. જેના પગલે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. 

ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજૌૈરી અને પૂંચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં પાકિસ્તાની સેના દ્વારા પાંચ વખત શસ્ત્રવિરામ ભંગ કરવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે ગઇકાલે પાકિસ્તાનની સેનાએ રાજૌૈરી જિલ્લાના કલાલ સેકટરમાં કોઇ પણ કારણ વગર મોર્ટારમારો અને ગોળીબાર શરૃ કરી દીધો હતો. 

આ અગાઉ મંગળવારના રોજ રાજૌરીના નોવશેરાી સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ કોઇ પણ કારણ વગર ગોળીબાર શરૃ કરી દીધો હતો. ૨૦૧૮માં પાકિસ્તાની સેનાએ ભારત-પાક સરહદ પર ૨૯૩૬ વખત શસ્ત્રવિરામ ભંગ કર્યો હતો. જે છેલ્લા ૧૫ વર્ષમાં સૌૈથી વધુ છે.  ્શસ્ત્રવિરામ અંગે ૨૦૦૩માં સમજૂતી થઇ હોવા છતાં પાકિસ્તાન સતત શસ્ત્રવિરામ ભંગ કરી રહ્યું છે. પુલવામા આતંકી હુમલા અને સરહદે વધતી જતી શસ્ત્રવિરામ ભંગની ઘટનાઓને પગલે અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા ગામોના લોકોની ચિંતામાં વધારો થયો છે.

Gujarat