For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઉત્તર ભારતમાં ભારે હીટવેવ, દિલ્હીમાં તાપમાન 50 ડીગ્રી નજીક

- રાજસ્થાનના ચુરુ બાદ રાજધાની દિલ્હી પણ ભઠ્ઠીબન્યું

Updated: May 27th, 2020


- અનેક રાજ્યોમાં ૪૮ કલાક હીટવેવ રહેવાની આગાહી, દિલ્હીમાં અનાચક ગરમીને કારણે વિજળીની ખપત વધી

નવી દિલ્હી, તા. 27 મે 2020, બુધવાર


લોકડાઉન વચ્ચે અનેક રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે. દિલ્હીમાં તો તાપમારનો પારો ૪૭.૨ ડીગ્રીને પાર પહોંચી ગયો હતો. અનેક રાજ્યોમાં બપોરે રોડ રસ્તા સુમસામ થઇ જાય છે. ગરમી રેકોર્ડ તોડી રહી છે, દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ગરમી વધી રહી છે. પુરી રાજધાની લુની લપેટમાં આવી ગઇ છે. સાથે જ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં લુની અસર જોવા મળી રહી છે. મોટા ભાગના શહેરોમાં સામાન્ય કરતા છ ડીગ્રી તાપમાન વધુ નોંધાયું છે.  

દિલ્હીના પાલમમાં બુધવારે તાપમાન ૪૭.૨ ડીગ્રી સુધી પહોંચી ગયું હતું જેને પગલે રાજધાની ભઠ્ઠી બની ગઇ હતી. જ્યારે રાજસ્થાનના ચુરુમાં તો તાપમાન ૫૦ ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. છેલ્લા ૧૦ વર્ષમાં સતત બીજી વખત ચુરુમાં તાપમાન ૫૦ ડીગ્રી સુધી પહોંચી ગયું છે. આ પહેલા ૧૯મી મે ૨૦૧૬ના રોજ ચુરુનું તાપમાન ૫૦.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તાપમાન વધતા લોકો કુલર અને એસી વધુ વાપરવા લાગ્યા છે જેને પગલે દિલ્હીમાં અચાનક વિજળીની માગણીમાં ઉછાળો આવ્યો હતો. રાજધાનીમાં તાપમાન ૫૦ ડીગ્રી નજીક પહોંચ્યું છે એવામાં વિજળીની ખપત વધી ગઇ છે.  

મંગળવારે જ દિલ્હીમાં વિજળીની માગણી ૫૪૬૪ મેગાવોટ પર પહોંચી ગઇ હતી. કોરોના વાઇરસની મહામારી વચ્ચે લોકો હવે ગરમીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં લુ જારી છે. હીટ વેવને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આગામી દિવસોમાં રાજસ્થાનના કેટલાક હિસ્સાઓ સહિત હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પૂર્વી રાજસ્થાનમાં હીટ વેવ પોતાનું રૌદ્ર સ્વરુપ દેખાડી શકે છે. આ સાથે જ પંજાબ, બિહાર, ઝારખંડ, ઓડિશા, સૌરાષ્ટ્ર અને કચ્છ વગેરે વિસ્તારમા આગામી ૨૪ કલાક સુધી હીટવેવની અસર જોવા મળી શકે છે.

Gujarat