For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અનામતનુ બીલ પસાર કરવા છતા નથી બંધ થયું ગુર્જર આંદોલન

- હજુ ગુર્જરના પ્રભુત્વવાળા જિલ્લાઓમાં રેલ અને સડક માર્ગ બંધ છે

Updated: Feb 15th, 2019

Article Content Image
જયપુર, તા. 15 ફેબ્રુઆરી 2019, શુક્રવાર

ગુર્જર સહિત પાંચ જાતિઓના અનામત સંબંધિ વિધેયક રાજસ્થાન વિધાનસભામાં પસાર કર્યા બાદ પણ રાજસ્થાનમાં ગુર્જરોનું આંદોલન આઠમાં દિવસે પણ શરૂ છે. આ આંદોલનના કારણે ગુર્જરોના પ્રભુત્વવાળા જિલ્લાઓમાં ઘણાં રેલવે અને સડક માર્ગ બંધ છે. જ્યારે સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે બંધ બારણે બેઠક પણ શરૂ છે.

ઉત્તર પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, ગુર્જર અનામત આંદોલનના કારણએ છેલ્લા આઠ દિવસોમાં 64 રેલગાડીઓ રદ્દ કરવામાં આવી છે અને 71 રેલગાડીને ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે 32 રેલગાડી આંશિકપણે રદ્દ કરવામાં આવી છે.
Gujarat