રેતાળ જમીનમાં ઉગાડ્યું સોનું, દાડમની ખેતીમાં કરી લાખોની કમાણી
બે ફસલની વાત કરવામાં આવે તો 6થી 7 લાખ રુપિયા સુધીની કમાણી થઈ શકે છે.
2014 માં દાડમની કરવામાં મને કુલ 1.50 લાખ રુપિયાનો ખર્ચ થયો હતો.
Representative image Envato |
રાજસ્થાન, તા. 24 એપ્રિલ 2023, સોમવાર
રાજસ્થાનને આમ તો રણપ્રદેશ માનવામાં આવે છે. અને આવા પ્રદેશમાં કોઈ પણ પ્રકારની ખેતી કરવી એ એક સ્વપ્ન બરાબર છે. રાજસ્થાનના નાગોર પશ્ચિમ વિસ્તારમાં આવેલુ છે. અને ત્યાની જમીન રેતાળ અને ઓછી ઉપજ આપતી હોય છે. અહીયા માત્ર ગણ્યા ગાઠ્યા પાકો જ ઉગી શકે છે. કેટલાક એવા પણ છોડ છે કે જે રેતાળ જમીન પર જ ઉગી શકે છે. પરંતુ આજે તમને જે ખેડુતની વાત કરીએ છીએ તે પાસે અમુક માત્રામાં જ સાધનો હોવા છતા પણ તેણે લાખોની ખેતી કરી છે.
દાડમની ખેતી સૌ પ્રથમ 2014માં શરુ કરવામાં આવી હતી
ખીંવસરમાં ભીરા માજીસા નામના પ્રસિદ્વ કૃષિ ફાર્મમાં દાડમ માટે જાણીતુ છે. ફાર્મના માલિક ઓમપ્રકાશે જણાવ્યુ કે દાડમની ખેતી માટે તેના છોડ નાસિકથી લાવવામાં આવ્યા હતા. અહી દાડમની ખેતી સૌ પ્રથમ 2014માં શરુ કરવામાં આવી હતી. જેમા દાડમના કુલ 1000 છોડ લાવ્યા હતા. અને તેને 7 વીઘા જમીનમાં ઉગાડવામાં આવ્યા હતા. 2014 માં દાડમની કરવામાં મને કુલ 1.50 લાખ રુપિયાનો ખર્ચ થયો હતો.
ટપક સિંચાઈ પદ્ધતિથી કરવામાં આવતી હતી ખેતી
દાડમની ખેતી કરતા ખેડુતના જણાવ્યા પ્રમાણે સંપુર્ણ રીતે જૈવિક રીતે કરવામાં આવે છે. અને જ્યારે કોઈ છોડ બગડવા લાગે છે ત્યારે ત્યા લીમડાના તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ સાથે ખેતરમાં ગાયનું છાણ, બકરીનું અને ભેંસનું છાણનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ છોડને ખારુ પાણી આપવામાં આવે છે. અને નાસિકથી લાવવામાં આવેલ દાડમના છોડની ઉંમર 20-25 વર્ષ સુધીની હતી.
આટલી કમાણી થાય છે
ખેડુતના જણાવ્યા પ્રમાણે દાડમની ખેતી વર્ષમાં બે વાર લેવામાં આવે છે. જો બે ફસલની વાત કરવામાં આવે તો 6થી 7 લાખ રુપિયા સુધીની કમાણી થઈ શકે છે. તો આ સાથે એક ફસલની વાત કરીએ તો 2.50 લાખથી 3 લાખ સુધીની કમાણી થઈ જાય છે.