For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

લગ્નઘેલી યુવતીએ પ્રેમીને પડતો મુકી તેના પિતા સાથે કરી લીધા લગ્ન

Updated: Feb 24th, 2019

Article Content Image

સમસ્તીપુર, 24 ફેબ્રુઆરી 2019, રવિવાર

પ્રેમમાં પડી યુવક અને યુવતીએ ઘર છોડી ભાગી અને લગ્ન કરી લીધા હોય તેવી તો અનેક ઘટનાઓ બનતી રહે છે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે યુવતી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા ભાગી હોય અને પછી લગ્ન તેના પિતા સાથે કરી લે ? આવી જ ઘટના બની છે બિહારના સમસ્તીપુર જિલ્લાના હલઈ ઓપી વિસ્તારમાં. અહીં યુવતી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા ઘરેથી ભાગી હતી પરંતુ લગ્ન કરવા સમયે તેને ખ્યાલ આવ્યો કે તેનો પ્રેમી સગીર છે. આ સમયે તેણે પોતાના પ્રેમીની સહમતિથી તેના વિધુર પિતા સાથે લગ્ન કરી લીધા. 

આ ઘટનાની વિગતોનુસાર 6 માસ પહેલા કોલેજ જવા માટે ઘરેથી નીકળેલી યુવતી જ્યારે પરત ન આવી ત્યારે તેના પિતાએ ગામના સત્યનારાયણ સિંહ નામના વ્યક્તિના દીકરા પર પુત્રીના અપહરણનો કેસ કરી દીધો. પોલીસે તે વ્યક્તિની ધરપકડ પણ કરી લીધી પરંતુ ત્યારબાદ યુવતી સામે આવી અને પોલીસને જણાવ્યું કે તેના ગાયબ થવામાં સત્યનારાયણના પરીવારનો કોઈ હાથ નથી, તે પોતાની મરજીથી પોતાના પ્રેમી સાથે ભાગી હતી. 

યુવતીએ પોલીસને જણાવ્યું કે કોલેજમાં તેને એક યુવક સાથે પ્રેમ થયો અને બંને લગ્ન કરવા માટે વિદ્યાપતિધામ ગયા. પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેને ખબર પડી કે યુવકની ઉંમર તો માત્ર 17 વર્ષ છે. તે સમયે બંનેએ વિચાર્યું અને નિર્ણય કર્યો કે યુવતી યુવકના વિધુર પિતા સાથે લગ્ન કરી લે. આશ્ચર્યની વાત તો એ છે કે યુવતી પણ આ વાત માટે સહમત થઈ અને યુવકની પત્ની બનવાને બદલે તેના પિતા સાથે લગ્ન કરી તેની માતા બની ગઈ. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી કોર્ટમાં યુવતીની જુબાની પણ નોંધાવી હતી. 


Gujarat