For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભાજપ સંસદીય બોર્ડમાંથી ગડકરી અન ેશિવરાજસિંહ ચૌહાણને પડતા મૂક્યા

ભાજપની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીમાંથી પણ બંને નેતાઓને દૂર કરાયા

સંસદીય બોર્ડમાં યેદિયુરપ્પા, ઇકબાલસિંહ લાલપુરા, કે લક્ષ્મણ, સુધા યાદવ અને સત્યનારાયણ જાટિયાનો સમાવેશ

Updated: Aug 17th, 2022


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૭Article Content Image

એક મહત્ત્વપૂર્ણ ફેરફાર હેઠળ ભાજપે કેન્દ્રીય પ્રધાન ૬૫ વર્ષીય નીતીન ગડકરી અને ૬૩ વર્ષીય મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌૈહાણને સંસદીય બોર્ડમાંથી પડતા મૂક્યા છે. તેમના સ્થાને કર્ણાટકના નેતા બી એસ યેદિયુરપ્પા અને શીખ સમુદાયના પ્રતિનિધિ તરીકે ઇકબાલ સિંહ લાલપુરાને સામેલ કરવામાં આવ્યા છે.

ભાજપે પોતાની સેન્ટ્રલ ઇલેકશન કમિટી (સીઇસી)માંથી પણ નીતીન ગડકરી અને શિવરાજ સિંહ ચૌહાણને પડતા મૂકયા છે. સીઇસીમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ  અને કેન્દ્રીય પ્રધાન ભુપેન્દર યાદવને સામેલ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ અને ભાજપ પ્રમુખ જે પી નડ્ડાા સહિતના તમામ સંસદીય બોર્ડના સભ્યો ઓટોમેટિક સીઇસીના સભ્ય બની જાય છે. જો કે સીઇસીમાં કેટલાક વધારાના પણ સભ્યો હોય છે.

બોર્ડમાં સામેલ કરાયેલા અન્ય નવા સભ્યોમાં કે લક્ષ્મણ, સુધા યાદવ, સત્યનારાયણ જાટિયાનો સમાવેશ થાય છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન જુઅલ ઓરમ અને શાહનવાઝ હુસેનને સીઇસીમાંથી પડતા મૂકવામાં આવ્યા છે.

આજે કરાયેલા ફેરફાર પછી ભાજપ સંસદીય બોર્ડના સભ્યોની સંખ્યા મહત્તમ ૧૧ પર પહોંચી ગઇ છે. જ્યારે સીઇસીના સભ્યોની સંખ્યા ૧૫ થઇ ગઇ છે.

સીઇસીમાં સામેલ કરાયેલા નવા સભ્યોમાં રાજસ્થાનના નેતા ઓમ માથુર, ભાજપ મહિલા પાંખના વડા વનાથી શ્રીનિવાસન, ફડણવીસ અને ભુપેન્દરનો સમાવેશ થાય છે.વનાથી શ્રીનિવાસને વિજયા રાહતકરનું સ્થાન લીધું છે.ચૌહાણને પડતા મૂકવામાં આવ્યા પછી ભાજપ સંસદીય બોર્ડમાં હવે કોઇ મુખ્યપ્રધાન રહ્યું નથી.

 

 

 

 

 

Gujarat