For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફોર્ટિસ હેલ્થકેરે 472 કરોડ વસુલવા સેબીને માલવિન્દર, શિવિન્દર સિંહની ધરપકડ કરવા અરજી કરી

- પૂર્વ પ્રમોટર્સ સહિત નવ પેઢીઓ સામે પગલાંની અરજી

- ૨૦૧૯ની ફેબુ્રઆરીની ૧૩મીએ સેબીએ આપેલી મુદત પુરી થતાં, કાયદેસર કાર્યવાહી કરવા ફોર્ટિસની રજૂઆત

Updated: Feb 25th, 2019

Article Content Image

નવી દિલ્હી, તા.25 ફેબ્રુઆરી, 2019, સોમવાર

ફોર્ટિસ હેલ્થકેરે સેબીને એક અરજી કરી રૃપિયા ૪૭૨ કરોડ વસુલવા માટે માલવિન્દર, શિવિન્દર સિંહની ધરપકડ કરવાની માંગણી કરી હતી.

સેબીને કરેલી અરજીમાં ફોર્ટિસ હેલ્થકેરે રૃપિયા ૪૭૨ કરોડ વસુલવા સેકશન ૨૮ એ હેઠળ માલવિન્દર મોહનસિંહ, શિવિન્દર મોહનસિંહ, આરએચસી હોલ્ડિંગ પ્રા. લિમિટેડ, શીવી હોલ્ડિંગ્સ લિમિટે, માલવ હોલ્ડિંગ્સ, રેલીગેટ ફિનવેસ્ટ, બેસ્ટ હેલ્થકેર, ફર્ન હેલ્થકેર અને મોડલેન્ડ વીયર્સ સામે પગલાં લેવા માંગણી કરી હતી.

ફોર્ટિસે સેબીને આ મુદ્દે વ્યક્તિગત સાંભળવા પણ અરજી કરી હતી.

ફોર્ટિસના ચેરમેન રવિ રાજગોપાલે જણાવ્યું હતું કે ૨૦૧૮માં સેબીએ આદેશ કર્યો હતો ત્યારબાદ તેમણે રકમ વસુલવા કાયદેસર કાર્યવાહી કરી હતી. તમામ નવ શખ્સોને નોટિસ પણ પાઠવી હતી. ૨૦૧૯ના જાન્યુઆરીમાં સેબીએ આપેલી સમય મર્યાદા પણ પુરી થઈ હતી. ત્યારબાદ ફોર્ટિસે પિટિસન દાખલ કરી હતી અને પુર્વ પ્રમોટરો તેમજ સંબંધિત પેઢી સામે પગલાંની માગ કરી હતી.

તેમણે વધુ જણાવ્યું હતું કે ફોર્ટિસના પૂર્વ બોર્ડને સિંઘ ભાઈઓ સાથે સંબંધ હતો. લુથરા એન્ડ લુથરા કાયદા કંપનીએ રૃપિયા ૪૭૨ કરોડ અન્ય કંપનીમાં ડાયવર્ટ કર્યા અંગે તપાસ કરી હતી.

આ મુદ્દે શિવિન્દર સિંહે જણાવ્યું હતું કે સેબી આ કેસમાં નિર્ણય લેનાર વ્યક્તિઓની ભૂમિકાની તપાસ કરશે અને ન્યાય મળશે. ફોર્ટિસ બોર્ડના રાજાગોપાલે જણાવ્યું હતું કે માલવિન્દર સિંહનું સિંગાપુરની સંપત્તિનું લીઝ રદ કરવામાં આવ્યું હતું.

Gujarat