અગ્નિ-મિસાઇલ સર્જક શીના રાની મિસાઇલમેન અબ્દુલકમાલનાં આરાધક છે
- તેઓના પતિ PSRS શાસ્ત્રી પણ DRDO સાથે જોડાયેલા છે 'ઇસરો'ના કૌટિલ્ય સેટેલાઇટનાં લોચિંગમાં તેઓનું પ્રદાન હતું
બેગલુરૂ : MIRV ટેકનોલોજીથી સજ્જ ૫૦૦૦ કીમી સુધી અચૂક પ્રહાર કરી શકે તેવાં મિસાઇલ એક્ષપર્ટ શીનારાની ભારતના પૂર્વ પ્રમુખ અને મિસાઇલ મેન એપીજે અબ્દુલ કલામનાં આરાધક છે.
સોમવારે ભારતે ૫૦૦૦ કીમી સુધી અચૂક પ્રહાર કરી શકે તેવાં મલ્ટી વોર રેડ મિસાઇલનું સફળ પરીક્ષણ કરનારાં તેઓ એક મહિલા વિજ્ઞાાની અને ટેક્નીશ્યન છે. ૫૭ વર્ષના શીના રાનીના પતિ, પી.એસ.આર.એસ શાસ્ત્રી પણ ડી.આર.ડી.ઓ. સાથે સંલગ્ન છે. ૨૦૧૯માં ડીઆરડીઓએ લૉન્ચ કરેલા જાસૂસી ઉપગ્રહ કૌટિલ્યની રચનામાં તેઓએ મહત્ત્વનું પ્રદાન કર્યું હતું.
મિશન-દીવ્યાસ્ત્ર તરીકે ખ્યાતનામ બની ગયેલાં આ મિસાઇલનાં સફળ પરીક્ષણથી ભારત વિશ્વના ગણ્યા ગાંઠયા દેશોમાં સ્થાન મેળવી ચુક્યું છે.
ઓડીશાનાં અબ્દુલ કલામ આઈલેનડ પરથી લૉન્ચ કરાયેલાં આ મિસાઇલ અગ્નિ-૫ની પ્રહાર મર્યાદા ૫,૦૦૦ કી.મી.ની છે તે મર્યાદામાં બૈજિંગ, શાંઘાઈ અને ફુચાઉ પણ સમાવિષ્ટ છે, હવે આ મિસાઇલનાં ઉત્પાદનમાં પ્રવેગ આપવાથી ચીન ભારતને મિસાઇલની ધમકીથી ડરાવી શકે તેમ નથી.
આ દિવ્યાસ્ત્રનાં સફળ પરીક્ષણ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, ઇસરોના વિજ્ઞાાનીઓને અભિનંદનો આપ્યાં હતાં. આ પૂર્વે ભારતે અગ્નિ ૭૦૦ કી.મી.ની પ્રહાર ક્ષમતાવાળાં મિસાઇલ અગ્નિ-૧ તે પછી ૨૦૦૦ કિ.મી.ની રેન્જવાળાં અગ્નિ-૨, ૩૦૦૦ કીમીની પ્રહાર મર્યાદા મિસાઇલ અગ્નિ-૩ અને ૪૦૦૦ કીલોમીટરની રેન્જ ધરાવતાં અગ્નિ-૪નાં સફળ પરીક્ષણો કરી લીધાં છે. પાંચમાં મિસાઇલ અગ્નિ-૫ની પ્રહાર મર્યાદા ૫૦૦૦ કી.મી.ની છે તેને દિવ્યાસ્ત્ર નામ આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે પૃથ્વી અને અગ્નિ નામ મિસાઇલ મેન ડૉ. એ.પી.જે.અબ્દુલકલામે જ આપ્યાં છે. તેઓના નેતૃત્વ નીચે જ ભારતે ૧૯૯૮માં પરમાણુ બોમ્બ પ્રયોગ કર્યો હતો અને તેઓએ જ ભારતમાં મિસાઇલ ટેકનોલોજી વિકસાવી હતી.
પ્રોજેક્ટ મિશન દીવ્યાસ્ત્રમાં શીના રાનીની સાથે અન્ય મહિલા વિજ્ઞાાની શંકરી ચંદ્રસેખરન પણ જોડાયાં હતાં.
DRDOની એડવાન્સ્ડ સીસ્ટીમ લેબોરેટરી (હૈદરાબાદ) ખાતે તૈયાર કરાયું હતું તેમાં મલ્ટીપલ ઇન્ડીપેન્ડટલી ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ (એમ.આઈ.આર.વી.) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સંપૂર્ણ રીતે સ્વનિર્મિત છે. તેમાં થ્રી-સ્ટેજ સોલીડ ફ્યુઓ એન્જિન ઉપયોગમાં લેવામાં આવ્યું છે. તે બહુવિધ વૉર રેડ્ઝ એકી સાથે લઇ જાય છે.
આ પ્રબળ મિસાઇલના સર્જક ટીમનાં વડા ૫૭ વર્ષીય શીના રાય છે. તેઓ ઇલેક્ટરોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન્સ એન્જિનીયરિંગમાં માસ્ટર્સ ડીગ્રી ધરાવે છે. સાથે કોમ્પ્યુટર સાયન્સમાં સ્પેશ્યલાઇઝડ નોલેજ ધરાવે છે. થીરૂવનન્યપુરમ સ્થિત કોલેજ ઓફ એન્જિનિયરીંગમાંથી માસ્ટર્સ ડીગ્રી મેળવ્યા પછી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)માં આઠ વર્ષ સુધી અનુભવ લીધો (આ લેબોરેટરી ભારતની સર્વશ્રેષ્ઠ સિવિલયન્સ રોકેટરી લેબોરેટરી છે)
૧૯૯૮માં પોખરાજમાં સર્વપ્રથમ એ બોમ્બ પ્રયોગ કરાયો. તે પછી તેઓ ૧૯૯૯માં ડીઆરડીઓમાં જોડાયાં, અગ્નિ શ્રેણીના મિસાઇલ કાર્યક્રમમાં તેઓ જોડાયાં.
ડીઆરડીઓમાં તેઓએ ઘણાં પ્રદાનો કર્યાં છે. તેઓને ૨૦૧૬માં સાયન્ટીસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે.