For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મહિલા પ્રિન્સિપાલે સોનાની બંગડીઓ વેચી શહીદ પરિવારો માટે આપ્યા 1.38 લાખ

Updated: Feb 22nd, 2019

નવી દિલ્હી,તા.22.ફેબ્રુઆરી 2019, શુક્રવાર

પુલવામા હુમલાએ આખા દેશને હચમચાવી દીધો છે.શહીદ જવાનોના પરિવારજનોને મદદ માટે આખા દેશમાંથી લાખો લોકો આગળ આવ્યા છે. શહીદ પરિવારોને સહાય માટે યુપીના બરેલી શહેરની એક સ્કૂલની આચાર્યે પોતાની સોનાની બંગડીઓ વેચીને 1.38 લાખ રુપિયાની સહાય આપી છે.

આચાર્ય કિરણ જાગવાલે વડાપ્રધાન રાહત કોષમાં આ રકમ ડોનેટ કરી છે.કિરણે કહ્યુ હતુ કે જ્યારે શહીદોના પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચ્યા અને તેમની પત્નીઓના વિલાપ કરતા દ્રશ્યો  ટીવી પર જોયા ત્યારે હું હચમચી ગઈ હતી.એ પછી મને વિચાર આવતો હતો કે આ મહિલાઓ માટે હું શું કરી શકું છે.ત્યારે મેં મારી સોનાની બંગડીઓ વેચી દેવાનુ નક્કી કર્યુ હતુ. આ બંગડીઓ મને મારા પિતાએ ગિફટ આપી હતી.બંગડીઓ વેચ્યા બાદ જે પૈસા આવ્યા તે પીએમના રાહત ભંડોળમાં આપ્યા છે.

કિરણે કહ્યુ હતુ કે આપણો દેશ 130 કરોડની વસ્તી ધરાવે છે.જો દરેક પરિવાર એક રુપિયો પણ ડોનેટ કરે તોય આ પરિવારો પાસે બહુ પૈસા જમા થઈ જશે.

Gujarat