દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડ ઃ ઇડીએ રૃ. ૭૬.૫૪ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

ટાંચમાં લેવામાં આવેલ સંપત્તિમાં દિલ્હી અને મુંબઇમાં મકાન, રેસ્ટોરન્ટ, ૫૦ વાહનો, બેંકમાં જમા રકમ સામેલ

ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં કરેલી કાર્યવાહી

Updated: Jan 25th, 2023


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૫

દિલ્હી એક્સાઇઝ નીતિ કૌભાંડની તપાસના સંદર્ભમાં દિલ્હી અને મુંબઇમાં મકાન, રેસ્ટોરન્ટ, ૫૦ વાહનો અને બેંકમાં જમા રકમ સહિત ૭૬.૫૪ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં આવી છે તેમ ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિં આમ આદમી પાર્ટી (આપ)ના કોમ્યુનિકેશન ઇનચાર્જ વિજય નાયર, દારૃના ઉદ્યોગપતિ સમીર મહંદરુ, તેમના પત્ની, ઇન્ડોસ્પિરિટ ગુ્રપ, ઉદ્યોગપતિ દિનેશ અરોરા, અરુણ પિલ્લાઇ, દારૃની કંપની બુડ્ડી રિટેલ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર અમિત અરોરા તથા અન્યની છે.

આ સંપત્તિ ટાંચમાં લેવા માટે એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ પ્રોવિઝનલ ઓર્ડર ઇશ્યુ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઇડી રદ થઇ ગયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં થયેલી અનિયમિતતાઓની તપાસ કરી રહી છે. આ કેસ સીબીઆઇ દ્વારા એફઆઇઆર દાખલ કરવામાં આવ્યા પછી સપાટી પર આવ્યો હતો.

સીબીઆઇ અને ઇડીએ પોતાની ફરિયાદમાં દિલ્હીના ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયા અને સરકારના અન્ય એકસાઇઝ અધિકારીઓને આરોપી બનાવ્યા છે.

સીબીઆઇએ પોતાની એફઆઇઆરમાં આરોપ મૂક્યો છે કે સિસોદિયા અને અન્ય આરોપી સરકારી કર્મચારીઓને લાયસન્સધારકોને ટેન્ડર જારી કર્યા પછી અયોગ્ય લાભ પહોંચાડવા માટે સંબધિત ઓથોરિટીની મંજૂરી લીધા વગર દિલ્હી એક્સાઇઝ નીતિ ૨૦૨૧-૨૨થી સંબધિત નિર્ણય લીધા હતાં.ઇડીએ આ કેસમાં અત્યાર સુધી બે ચાર્જશીટ દાખલ કરી કુલ છ લોકોની ધરપકડ કરી છે.

 

 

    Sports

    RECENT NEWS