For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

EDએ રોબર્ટ વાડ્રાની કંપનીની 4.62 કરોડની મિલકતો ટાંચમાં લીધી

બિકાનેર જમીન કૌભાંડ કેસમાં કરાયેલી કાર્યવાહી

EDએ 2015માં આ જમીન સોદાના સંદર્ભમાં ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો

Updated: Feb 15th, 2019


(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૫Article Content Image

બિકાનેર જમીન કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ રોબર્ટ વાડ્રાની કંપનીની ૪.૬૨ કરોડ રૃપિયાની મિલકતો ટાંચમાં લીધી છે તેમ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું છે. 

ઇડીએ ૨૦૧૫માં આ સોદાના સંદર્ભમાં ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો. 

ભારત-પાકિસ્તાનની સરહદ પાસે હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં રોબર્ટ વાડ્રાની કંપનીએ ખરીદેલી જમીનના સંદર્ભમાં  બિકાનેરના તહેસીલદારે આ જમીન સોદામાં ગેરરીતિ થઇ હોવાની ફરિયાદ કરતા રાજસ્થાન પોલીસે એફઆઇઆર અને ચાર્જશીટ દાખલ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે આ જ કેસના સંદર્ભમાં વાડ્રા અને તેમની માતા જયપુરમાં ઇડીની ઓફિસ સમક્ષ હાજર થયા હતાં. 

વિદેશમાં મિલકતો ખરીદવામાં મની લોન્ડરિંગ કર્યાના આરોપોના સંદર્ભમાં ગયા સપ્તાહમાં નવી દિલ્હીની ઇડી ઓફિસે રોબર્ટ વાડ્રાની સતત ત્રણ દિવસ પૂછપરછ કરી હતી.

Gujarat