એબીજી શિપયાર્ડ લિ.ની રૃ. ૨૭૪૭ કરોડની સંપત્તિ ટાંચમાં

ઇડીેએ મની લોન્ડરિંગની તપાસ હેઠળ કરેલી કાર્યવાહી

ઇડીએ સીબીઆઇ દ્વારા કંપનીના સ્થાપક ઋષિ કમલેશ અગ્રવાલની ધરપકડ કરાયાના એક દિવસ પછી સંપત્તિ ટાંચમાં લીધી


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૨

ઇડીએ મની લોન્ડરિંગની તપાસ હેઠળ એબીજી શિપયાર્ડ લિમિટેડની ૨૭૪૭ કરોડ રૃપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. ટાંચમાં લેવાની કાર્યવાહી કથિત બેંક લોન છેતરપિંડી કેસની મની લોન્ડરિંગ તપાસ હેઠળ કરવામાં આવી છે. ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાં ડોકયાર્ડ, કૃષિ જમીન, કોમર્શિયલ સંપત્તિ અને બેંકમાં જમા રકમ સામેલ છે.

ઇડીએ એબીજી શિપયાર્ડ, તેના જૂથની કંપનીઓ અને સંબધિત કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ટાંચમાં લેવામાં આવેલ સંપત્તિમાં ગુજરાતમાં સુરત અને દહેજ સ્થિત શિપયાર્ડ, કૃષિ જમીન અને પ્લોટ સામેલ છે.

આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભિન્ન કોમર્શિયલ અને રહેણાંક પરિસર તથા એબીજી શિપયાર્ડ લિમિટેડ, તેના જૂથની કંપનીઓ અને અન્ય સંબધિત કંપનીઓના બેંક ખાતા સામેલ છે.

પીએમએલએ હેઠળ ટાંચમાં લેવામાં આવેલ સંપત્તિનું કુલ મૂલ્ય ૨૭૪૭.૬૯ કરોડ રૃપિયા આંકવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઇડીએ આ કાર્યવાહી સીબીઆઇ દ્વારા કંપનીના સ્થાપક  ઋષિ કમલેશ અગ્રવાલની ધરપકડના એક દિવસ પછી કરી છે.

ઇડીએ જણાવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે એબીજી શિપયાર્ડ લિમિટેડ તથા તેના ચેરમેન  અને એમડી અગ્રવાલે આઇસીઆઇસીઆઇ બેંક, મુંબઇના નેતૃત્ત્વવાળી બેંકોના જૂથ પાસેથી લોન  લીધી હતી.

આ લોન મૂડી આવશ્યકતાઓ અને અન્ય વ્યવસાયિક ખર્ચાઓને પૂર્ણ કરવા માટે લેવામાં આવી હતી. જો કે એજન્સીએ આરોપ મૂક્યો છે કે એબીજી શિપયાર્ડ લોનની રકમનો દુરુપયોગ કર્યો હતો અને તથા આ રકમને અન્ય હેતુ માટે ભારત અને વિદેશમાં મોકલવામાં આવી હતી. કંપનીએ લોનની રકમ ભરપાઇ ન કરતા બેંકોને કુલ ૨૨,૮૪૨ કરોડ રૃપિયાનું નુકસાન થયું છે.

 

 

 

City News

Sports

RECENT NEWS